Monday, July 21, 2025

કલેકટરની ઉપસ્થિતિમાં મોરબીમા ધ્વજ વંદન કાર્યક્રમનું રિહર્સલ યોજાયું

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીએ કાર્યક્રમનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી

૧૫ ઓગસ્ટ સ્વતંત્રતા પર્વની મોરબી જિલ્લાકક્ષાની ઉજવણી મોરબીમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવનાર છે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરીની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું.

રિહર્સલ દરમિયાન કલેક્ટરએ સ્વતંત્રતા પર્વ અનુસંધાને કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કરીને અધિકારીઓને જરૂરી સુચનાઓ આપી હતી. ધ્વજ વંદન, પરેડ નિરીક્ષણ, મહાનુભાવનું ઉદ્ભોધન, સાંસ્કૃતિક કાર્યક્રમ, અધિકારીઓ અને કર્મચારીઓનું સન્માન સહિતના કાર્યક્રમો આયોજનબદ્ધ રીતે યોજાય તે માટે જિલ્લા કલેક્ટરએ માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

આ પ્રસંગે જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી, અધિક નિવાસી કલેક્ટર એસ.જે. ખાચર, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા સહિતનાં અધિકારીઓ હાજર રહ્યા હતા.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર