મોરબીમાં પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ ફરીયાદ નોંધાવી
મોરબી: મોરબીની દિકરી હળવદ તાલુકાના દેવળીયા ગામે સાસરીયા હોય જ્યાં સાસરીયા પક્ષ દ્વારા શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર પરણીતાએ સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના માણેકવાડા ગામના વતની અને હાલ મોરબીના સામા કાંઠે ઉમીયાનગર માળીયા – વનાળીયામા માવતરના ઘરે રહેતા સંગીતાબેન વિનોદભાઈ મકવાણા (ઉ.વ.૨૫) એ આરોપી (૧) જગદીશભાઇ વાલજીભાઇ ચૌહાણ ( પતિ ) (૨) વાલજીભાઇ મુળજીભાઇ ચૌહાણ ( સસરા ) (૩) પ્રભાબેન વાલજીભાઇ ચૌહાણ (સાસુ ) (૪) નરેશભાઇ વાલજીભાઇ ચૌહાણ (જેઠ) (૫)મુકેશભાઇ વાલજીભાઇ ચૌહાણ (દિયર) રહે.૧થી ૫ માણેકવાડા ગામ તા.જી.મોરબી તથા (૬) ધનજીભાઇ ગોવિંદભાઇ પરમાર રહે-નવા દેવળીયા તા.હળવદવાળા વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા. ૦૨-૦૩-૨૦૨૩ થી ૦૫-૦૯- ૨૦૨૩ દરમ્યાન ફરીયાદીને પતિ તથા સાસરીયા પક્ષવાળાઓએ અવાર નવાર ઘરકામ બાબતે તેમજ નાની નાની બાબતોમા બોલાચાલ કરી તથા કરીયાવર ઓછો લાવી છો તેમ કહી પિતાની જમીનમા ભાગ માંગવા દબાણ કરી અંધશ્રધ્ધા રાખી ગાળો આપી મારપીટ કરી એકબીજાને ખોટી ચડામણી કરી અવારનવાર મેણાટોણા મારી શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોવાથી ભોગ બનનાર સંગીતાબેને સાસરીયા પક્ષ વિરુદ્ધ મોરબી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઇપીસી કલમ -૪૯૮(ક), ૫૦૪,૧૧૪ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
