મોરબીના ઈન્દીરાવાસમા બે પક્ષ વચ્ચે માથાકુટ થતા સામ સામે ફરીયાદ નોંધાઈ
મોરબી: મોરબી શકત શનાળા ઈન્દીરાવાસ સાંઈબાબા ચોક પાસે બે પક્ષો વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થતા બંને પક્ષોએ સામ સામે મારામારી કરી એક બીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબીમા શકત શનાળા ઈન્દીરાવાસ સાંઈબાબા ચોક પાસે રહેતા મહિપતભાઈ ઉર્ફે રવજીભાઈ વાઘેલા (ઉ.વ.૩૦) એ આરોપી નિતીન મહેશભાઈ સોલંકી તથા રાહુલ મહેશભાઈ સોલંકી રહે બંને શકત શનાળા ઈન્દીરાવાસ સાંઈબાબા ચોક પાસે તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાનુ મોટર સાયકલ નં- GJ-36-J-9113 વાળુ લઇને પોતાના ઘરેથી તેના કાકાના ઘરે જતો હતો ત્યારે સામેથી આરોપી નિતીન પોતાના કબ્જા ભોગવટાવાળી ઇક્કો કાર નં. GJ-36-L-4968 વાળી લઇને ફરીયાદીના મોટર સાયકલ નજીક લઇ જઇ બોલાચાલી કરી બાદમાં બન્ને આરોપીઓ ફરીયાદીના ઘર પાસે લોખંડનો પાઇપ તથા લાકડાનો બેઝ બોલનો ધોકો લઇ જઇ ઘરની બહાર ઉભેલ ફરીયાદી તથા તેના મમ્મી ને ધોકા તથા લોખંડના પાઇપ વડે માર મારી ફરીયાદીને ડાબા હાથમાં ફ્રેકચર કરી તથા માથાના ભાગે તથા વાંસાના ભાગે મુંઢ ઇજા પહોંચાડી તથા ફરીયાદીના મમ્મી ને ડાબા હાથના પંજામાં આંગળીમાં ધોકા વડે ફ્રેકચર જેવી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર મહિપતભાઈએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે મોરબીમાં શકત શનાળા ઈન્દીરાવાસ સાંઈબાબા ચોક પાસે રહેતા નીતીનભાઇ મહેશભાઈ સોલંકી (ઉ.વ.૨૧) એ આરોપી મહીપત ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલા તથા હંસાબેન રવજીભાઈ વાઘેલા તથા સપનાબેન મહિપતભાઈ ઉર્ફે ભુરો રવજીભાઈ વાઘેલા રહે બંને શકત શનાળા ઈન્દીરાવાસ સાંઈબાબા ચોક પાસે તા.જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૧૬-૦૯-૨૦૨૩ ના રોજ ફરીયાદી પોતાના કબ્જા વાળી ઇકો કાર નં.- GJ-36-L-4968 વાળી લઇને પોતાના ઘરે જતા હતા ત્યારે આરોપી મહીપત ઉર્ફે ભુરો પોતાનુ મોટર સાયકલ લઇને સામે આવી ફરીયાદીની કાર ઉભી રખાવી ફરીયાદીને ભુંડી ગાળો આપી પોલીસમાં કેમ મારી બાતમી આપે છે તેમ કહી હવે જો મારી બાતમી આપીશ તો તને જાનથી મારી નાખવાની ધમકી આપી જતો રહેલ બાદમાં ફરીયાદીના દાદીમાં આરોપીના ઘરે ઠપકો આપવા જતા તેઓને માર મારતા ફરીયાદી તથા તેનો ભાઇ રાહુલ પોતાની ઇકો કાર લઇને જતા ફરીયાદી તથા ફરીયાદીના ભાઇને આરોપીઓએ એકસંપ કરી લોખંડના પાઇપ તથા હાથ વડે ફરીયાદીને બન્ને હાથમાં તથા ડાબા કાનની પાછળ માથાના ભાગે તથા ફરીયાદીના દાદીમાંને કપાળના ભાગે તથા ફરીયાદીના ભાઇ રાહુલને જમણા હાથની કોણી પાસે મુંઢ ઇજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ અંગે ભોગ બનનાર નિતીનભાઇએ આરોપીઓ વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આ બનાવ અંગે બંને પક્ષોએ એકબીજા વિરુદ્ધ સામસામે મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે બંને પક્ષો વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.