યોજનાનો લાભ લેવા blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે
સરકાર દ્વારા અમલીકૃત શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અન્વયે ગુજરાતના શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ૧૮ થી ૬૫ વર્ષના બેરોજગાર વ્યક્તિઓને રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંકો, પબ્લીક સેકટર બેંકો, ખાનગી બેંકો મારફતે નાણાકીય લોન તેમજ સબસીડી આપવામાં આવે છે.
આ યોજના હેઠળ ઓછામા ઓછુ ધોરણ-૪ પાસ અથવા તાલીમનો એક વર્ષનો અનુભવ ધરાવનારને બેંક મારફત લોન ધિરાણની મહતમ રૂ ૮ લાખની મર્યાદામાં લોન આપવામાં આવે છે. ૨૦ થી ૪૦ ટકા નિયમ મુજબ મહતમ ૧,૨૫,૦૦૦/-ની સહાય પણ મળવાપાત્ર થાય છે. જેમાં વ્યાજનો દર રીઝર્વ બેંકના નિયમ મુજબ રહેશે. અરજદાર નવા એકમ તેમજ ચાલુ ધંધાના વિસ્તરણ માટે આ યોજના હેઠળ લોન મેળવી શકે છે.
વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા માટે blp.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ અરજી સાથે ફોટો, આધારકાર્ડ, સ્કુલ સર્ટીફીકેટ/જન્મનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, અનુભવનો દાખલો, કોટેશન, ધંધાના સ્થળનો આધાર, લાઈટબીલ/વેરા પહોંચ વગેરે સંલગ્ન દસ્તાવેજ અપલોડ કરવાના રહેશે.
વધુ માહિતી માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, રૂમ નં ૨૩૩, જિલ્લા સેવા સદન, મોરબીનો સંપર્ક કરવા જનરલ મેનેજર, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યાદીમાં જણાવાયું છે.
દર વર્ષની જેમ આ વર્ષે શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી ધક્કાવાળી મેલડી માં ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા નવમો સમૂહ લગ્ન તારીખ 27-04 -2026 ને સોમવારના રોજ યોજાશે.
જેથી સમુહ લગ્નના ફોર્મ તા. ૧૬-૨-૨૦૨૬ થી મંદિરેથી મળી જશે. સમય :...
રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલી NMMS 2025-2026 ની પરીક્ષામાં મોરબી જિલ્લાની વનાળિયા પ્રાથમિક શાળાએ ડંકો વગાડ્યો છે.
જેમાં વનાળિયા પ્રાથમિક શાળામાંથી ધોરણ 8 ના 15 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને તેમાં 14 વિદ્યાર્થીઓએ સારા માર્ક્સ સાથે પાસ થઈને શાળાને 93% પરિણામ અપાવ્યું છે. આ તકે શાળાના આચાર્ય તમામ શિક્ષકગણ...
મળતી માહિતી મુજબ મૂળ હળવદના રણજીતગઢ ગામના વતની અને હાલ હળવદ શહેરમાં આવેલ શ્રીજી સોસાયટી-૧ સાંદિપની સ્કૂલ પાછળ રહેતા સુજલભાઇ મનસુખભાઇ સોનગ્રા ઉ.વ.૧૮વાળા પોતાનુ મોટરસાયકલ તથા મોબાઇલ હળવદ માનસર નર્મદા કેનાલના સાઇફન પાસે મુકી નર્મદા કેનાલના પાણીમા પોતાની જાતે પડી ડુબી જતા યુવકનું મોત નિપજ્યું હતું જેથી આ બનાવ...