મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના લાતિ પ્લોટ મુનનગર ચોક નિશાન ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં જાહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ સટ્ટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબીના લાતિ પ્લોટ મુનનગર ચોક નિશાન ઇન્ડસ્ટ્રીઝની બાજુમાં જાહેરમાં આઈપીએલની ચેન્નાઈ સુપર કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે ચાલતી ક્રિકેટ મેચ પર મોબાઇલ ફોન પર સટ્ટો રમતા આરોપી નિકુંજ પ્રફુલભાઈ દેત્રોજા (ઉ.વ.૨૬) રહે. મોરબી યદુનંદન -૨૨ ખોડીયાર પાન વાળી શેરી નવયુગ સ્કૂલની પાછળ મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૭૪૦ મોબાઇલ ફોન નંગ -૦૧ કિં રૂ. ૫૫૦૦ મળી કુલ કિં રૂ. ૬૨૪૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.