મોરબીમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા એક ઈસમ ઝડપાયો, બે ફરાર
મોરબી: મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ ઉપર શટો રમતા એક ઈસમને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે શખ્સોએ સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસ આરોપી વિશાલભાઈ લાલજીભાઇ સોનગ્રા રહે. વેજેપર શેરી નં-૨૧ મોરબીવાળાએ આરોપી અરમાન મેમણ રહે. ડીસાવાળા પાસેથી જુગાર રમવા માટે આઇ.ડી મેળવી આરોપી વિશાલભાઈએ ક્રિકેટ લાઇવ ગુરૂ ઓનલાઈન એપ્લીકેશનમા ભારત વેસ્ટઇન્ડીઝ વચ્ચેની વનડે ક્રિકેટ મેચ લાઇવ નિહાળી મેચ ઉપર આરોપી અતુલભાઈ રહે. ચિખલી વાળા પાસેથી રનફેરનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી રોકડા રૂ.૧૫૦૦/- તથા વનપ્લસ મોબાઇલ કિ.રૂ.૧૦,૦૦૦/-મળી કુલ રૂ.૧૧૫૦૦/-ના મુદામાલ સાથે આરોપી વિશાલભાઈ લાલજીભાઇ સોનગ્રા રહે. વજેપર શેરી નં -૨૧ મોરબી વાળાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય બે ઈસમો અરમાન મેમણ રહે. ડીસા તથા અતુલભાઈ રહે. ચિખલીવાળો સ્થળ પર હાજર ન મળી આવતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ -૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.