ક્રિકેટના સટ્ટામાં ફસાવી રૂપિયા હારી જતા ચાર શખ્સોએ 19 વર્ષીય પાટીદાર યુવકનું કર્યું અપહરણ : આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ
મોરબીના વિનાયક હોન્ડામાં કામ કરતા વંશમહેશભાઈ ઉભડિયાને ipl 20-20 મેચ ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય નો થાય ના મેસેજ નાખી સટો રમાડી ૩ લાખ જેટલા રૂપિયા હારી ગયા હોવાનું કહી યુવકનું ચાર જેટલા શખ્સોએ અપહરણ કરતા ચાર શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના વિનાયક હોન્ડા શોરૂમમાં કામ કરતા 19 વર્ષીય યુવક વંશ મહેશભાઈ ઉભડિયા પાસે આ કામનો આરોપી શિવમ જારીયા રહે ગજડી ટંકારા વાળો અવારનવાર બેસવા આવતો હોય અને ફરિયાદી વંશને તેમને કહેલું કે તું ક્રિકેટ ગુરુ એપ્લિકેશનનો ઉપયોગ કર હાલમાં ipl 20-20 ચાલુ હોય જેમાં ક્રિકેટના મેચ રમવાના રન થાય ન થાય ના મેસેજ મારામાં નાખજે જેથી હું મારા મિત્ર મહેશ ડાંગર ને આ સોદા તેના મોબાઈલમાં નાખી દઈશ અને જેટલી હાર જીતના રૂપિયાનો હિસાબ થશે એ રવિવારથી રવિવાર સુધી રમી સોમવારે કરશું.. તેમ કહી વિશ્વાસમાં લઈ પૈસા આપવા કહ્યું હતું ipl મેચ ચાલુ હોય.
ત્યારે તારીખ 25/4/2025 થી ફરિયાદીએ તેમના મોબાઈલમાં આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં ક્રિકેટ મેચ જોઈને શિવમ જારીયા ના મોબાઇલમાં રન થાય નો થાય એના સોડા દરરોજ whatsapp માં નાખતો રહ્યો અને શિવમ જારીયા દરરોજ કેટલા હાર જીત થયેલ છે તેનો મેસેજ ફરિયાદીના મોબાઇલમાં નાખતો હતો અને ફરિયાદી આ મેસેજ જોઈને ડીલીટ કરી નાખતા હોય ત્યારે ફરિયાદીને આરોપી શિવમ જારીયા પાસેથી એક લાખ દસ હજાર જેટલી રકમ જીતની લેવાની નીકળતી હોય પરંતુ આરોપીએ ફરિયાદીને કહેલ કે આ રૂપિયા જોતા હોય તો 50000 રૂપિયા ઉપરના સોદા નાખવા પડશે જેથી ફરિયાદીએ લાલચમાં આવી મજબૂરી પૂર્વક શિવમ જારીયા સાથે ક્રિકેટના મેચના સોદા નાખતો અને તારીખ 27 ના રોજ સોમવારના રોજ હિસાબ કરતા આરોપીએ કહેલ કે તું ચાલીસ હજાર રૂપિયા હારી ગયેલ છો જેથી તારે મને ₹40,000 આપવા પડશે તેમ કહેતાની સાથે ફરિયાદીએ કહેલ કે મારી પાસે રૂપિયા નથી બાદમાં આરોપી શિવમ જારીયા અને તેના મિત્ર રાહુલ ડાંગર રહે બંને ગજડી વાળાએ ફરિયાદીને ફોન કરાવી.. બાદમાં રાહુલ ડાંગર ના ફોન ચાલુ થઈ ગયા હતા અને તેઓ ફરિયાદીને ગાળો આપી કહેતો કે ₹40,000 હારી ગયેલ છો તે આપવા પડશે નહીંતર સ્વરૂપે આવીને ઉપાડી જઈશ. તેમ ધમકી આપતા ફરિયાદીએ આરોપી શિવમ જારીયા ના ફોનમાં તારીખ 6/5 ના રોજ 15000 રૂપિયા google તે કર્યા હતા બાદમાં 7/5 ના રોજ 4000 રૂપિયા google પે કર્યા તેમજ બીજા 20,000 રોકડા આપેલ. ત્યારબાદ ફરી એક વખત શિવમ જારીયાના ફોનમાં આ કામના ફરિયાદી ipl મેચ ચાલુ હોય તેના ક્રિકેટ મેચના સોદા નાખવા લાગ્યો. બાદ ભારત પાકિસ્તાનના યુદ્ધ જેવી પરિસ્થિતિ વચ્ચે આઈપીએલ મેચ બંધ રહેતા ઇન્ટરનેશનલ મેચ ચાલુ હોય તેના સોદા આ કામના ફરિયાદી આરોપીના ફોનમાં નાખતો હતો.
આ ક્રિકેટના હાર્દિકના રૂપિયા મહેશ ઉર્ફે રાહુલભાઈ ને શિવમ જારીયા આપતો હતા. આ ક્રિકેટ મેચમાં શિવમ જારીયાએ કહેલ કે તું ફરીવાર અમારી પાસે ત્રણ લાખ રૂપિયા હારી ગયેલ છો જેથી ફરિયાદીએ કહેલ કે તેની પાસે આટલા રૂપિયા નથી. ત્યારે ફરિયાદીને 11 મે ના સાંજે થી શિવમજારીયા તથા મહેશ ડાંગરના મોબાઈલ માંથી ધમકી ના ફોન આવવા લાગ્યા હતા અને બંને આરોપીઓ કહેતા હતા કે તારે રૂપિયા આપવા પડશે નહીં તો તને ઉપાડી લઈશું અને ગાળો બોલી ધમકી આપતા હતા ત્યારે આ બંનેના નંબર ફરિયાદીએ બ્લોકમાં નાખી દીધા હતા.
જ્યારે આજરોજ ફરિયાદી અને તેનો મિત્ર મનોજ બંને બપોરના એકાદ વાગ્યાના સમયે ફરિયાદીનો એકટીવા તથા મનોજના મોટરસાયકલ માં એમ બંને અલગ અલગ બાઈકમાં કંડલા બાઇપાસ કામધેનું પાસે ધ્રુવ હોસ્પિટલ પાસે પહોંચેલ હતા ત્યારે આ કામના ફરિયાદીના મોટરસાયકલની સામે આવી મહેશ ડાંગર તથા શિવમ જારીયા તથા દિવ્યેશ ડાંગર રહે તમામ ગજડી વાળા અને એક અજાણ્યા માણસ બે મોટર સાયકલ લઈને આવેલ અને આ ચારેય શખ્સોએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપતા કહેલ કે તું આ રાહુલ ઉર્ફે મહેશ ડાંગર સાથે તારા એકટીવા માં બેસી jaa ત્યારબાદ આરોપી મહેશ ડાંગર એ ફરિયાદી પાસેથી ફોન લઈ લીધો અને બીજા ત્રણેય માણસો ત્યાંથી જતા રહ્યા. એકટીવા માં મહેશ રૂપે રાહુલ બેસી ગયેલ અને આરોપી મહેશ ચલાવવા લાગ્યો અને મને તેની પાછળ બેસાડી વાવડી ગામ ચાચાપર ખાનપર તેમજ ગજડી ગામ બાજુ લઈ ગયેલ અને ફરિયાદીના એકટીવા માં જ બેસાડી ફરિયાદીને રૂપિયા આપવા માટે દબાણ કરતો હતો તે દરમિયાન ફરિયાદીએ તેના મોબાઇલમાંથી તેમના કાકા સાગરભાઇ ને ફોન કરીને કહેલ કે આરોપી મહેશ ઉર્ફે રાહુલ activa માં તેનું અપહરણ કરીને લઈ ગયેલ છે ત્યારબાદ ફરિયાદીના ફોનમાં તેના સગા વાહલાના અલગ અલગ નંબરમાંથી ફોન આવવા લાગતા આ કામના આરોપી મહેશ ઉર્ફે રાહુલ ડાંગર ફરિયાદીને જેલ રોડ પર લઈ ગયેલ અને ત્યાંથી ઉતરી ગયેલ અને એકટીવા આપી દીધેલ હતું.
ત્યારે હાલ આ સમગ્ર મામલે ફરિયાદી વંશ ઉભડિયા એ આરોપી મહેશ ઉર્ફે રાહુલભાઈ ડાંગર, શિવમ જારીયા, દિવ્યેશ ડાંગર અને એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદીને ધાક ધમકી આપી અપહરણ કરી જવાના ગુનામાં ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જ્યારે એ ડિવિઝન પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.