મોરબીમાં સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર ફ્રોડ આચરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે ત્યારે મોરબીમાં સાયબર ફ્રોડ કરી સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર બે ઈસમો વિરૂદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સાયબર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સંજયભાઇ ખેંગારભાઇ સોલંકી રહે. રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા, મોરબી તથા મનોજ મોહનભાઇ ચૌહાણ રહે. રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા, મોરબીવાળા વિરુદ્ધ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપી મનોજ એ તેની સાથેના અન્ય ઇસમોએ સાથે મળી પોતાના આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા અંગેની આરોપી સંજયભાઇના નામે ‘‘Punjab National Bank ’’ માં સેવિંગ્ઝ એકાઉન્ટ ખોલાવી તેમાં રૂ. 2409150/- જમા કરાવી બેંક એકાઉન્ટ ધારકને કમીશન પેટે રૂ. ૧૦,૦૦૦/- આપી તેની બેન્ક કિટ આરોપી મનોજએ રાખી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા ચેક, એ.ટી.એમ.થી વિડ્રોલ કરી સગેવગે કર્યા હોવાની ફરીયાદ નોંધાવી આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી. કલમ ૪૦૯,૪૨૦, ૪૧૧,૧૨૦(બી),૧૧૪, મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.