Friday, February 6, 2026

મોરબીમાં સાયબર ફ્રોડ માટે એકાઉન્ટ ભાડે આપનાર ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

આજના સમયમાં સાયબર ફ્રોડ અને ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ભેજાબાજો દ્વારા સાયબર ફ્રોડમાં ભોગ બનનાર પાસેથી ઓનલાઈન નાણાં મેળવી ભાડાના બેન્ક એકાઉન્ટમાં આવા નાણા જમા કરાવી મ્યુલ એકાઉન્ટ તરીકે ઓળખાતા બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરતા હોય મોરબી સાયબર ક્રાઈમ પોલીસ ટીમે ઊંડી તપાસ બાદ મોરબીમાં નજીવી રકમની લાલચમાં આવા બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર ત્રણ આરોપીઓ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ મોરબી સાઇબર ક્રાઇમ પોલીસ મથકમાં આરોપી સુજલ સબીરભાઈ ચામડિયા (ઉ.વ.૨૦) રહે લાતી પ્લોટ 14 ખ્વાજા પેલેસ પંચાસર રોડ ના નાકે મોરબી, ચિરાગ અમદાવાદ, મનોજ વાલજીભાઈ મકવાણા રહે. રંગપર ગામ તા.જી.‌ બોટાદવાળા વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તે આરોપીઓ પૈકી આરોપી સુજલ એ પોતાનુ બેન્ક એકાઉન્ટ આરોપી ચિરાગ તથા મનોજને રૂ.૨૦, ૦૦૦/- કમિશન પેટે મેળવી ભાડેથી આપેલ તેમજ આરોપી ચિરાગ તથા મનોજએ તેઓના લાગતા વળગતા ઇસમો સાથે મેળાપીપણુ કરી પુર્વ આયોજીત ગુનાહિત કાવત્રરૂ રચી અલગ અલગ વ્યકિતઓ પાસેથી સાયબર ફ્રોડ કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા આર્થિક લાભ મેળવી આરોપી મનોજને એજન્ટ બનાવી તેના બેન્ક એકાઉન્ટમાં સાયબર ફ્રોડ કે છેતરપીંડી થી મેળવેલ રકમ રૂા. 14,55,349/- જમા કરાવી તે રકમ IMPS/RTGS મારફતે રૂ.7,60,034/- વિડ્રો કરી નાણા સગેવગે કર્યો હોવાની ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર