મોરબી: સાયબર ફ્રોડથી મેળવલ નાણાં સગેવગે કરનાર આઠ શખ્સો વિરુદ્ધ ફરીયાદ
મોરબી: સાયબર માફિયાઓ દ્વારા સાયબર ફ્રોડ કરી દેશમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા માફિયાઓ મ્યુલ એકાઉન્ટનો ઉપયોગ કરી નાણાં ભાડાના બેન્ક એકાઉન્ટમા જમા કરી સગેવગે કરતા હોવાનું સામે આવતા મોરબી સહિત રાજ્યભરમાં ફરીયાદ નોંધાવામાં આવી રહી છે ત્યારે મોરબી સિટી એ ડીવીઝન અને મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ૪-૪ ફરીયાદ મળી કુલ આઠ ફરીયાદ નોંધાઈ છે.
જેમાં મળતી માહિતી મુજબ મોરબી મોરબી સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા આરોપી સાહીદભાઇ સુભાનભાઇ મુલતાની રહે. ભુવનેશ્વરી પાર્ક શોભેશ્વર રોડ મોરબી, વિરલ હિમતભાઇ ઇસલાણીયા, દિપેશ હિમતભાઇ ઇસલાણીયા રહે. બંન્ને મોરબી, સમીર બદીયાણી રહે.રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જાહેર કર્યું છે કે બેંક એકાઉન્ટ ધારકના IDBI Bank એકાઉન્ટમાં સમીર બદીયાણી મારફતે રૂ. 908785/- વિરલ, તેના ભાઇ દિપેશ તથા તેની સાથેના અન્ય ઇસમોએ મળી પોતાના આર્થિક ફાયદા માટે સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા સગેવગે કરવા સતત અલગ-અલગ વ્યકિતઓને એજન્ટ બનાવી તેઓના તથા તેઓ મારફત અન્ય બેંક એકાઉન્ટ ધારકોને કમીશનની લાલચ આપી સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ. થી વિડ્રોલ કરી સગેવગે કરવાની પ્રવૃતિ સત્તત ચાલુ રાખી ગુન્હાહીત સીન્ડીકેટ કરી સાયબર ફ્રોડ કે છેતરપીંડીના નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય જે તમામે તથા તપાસમાં ખુલ્લે તમામ વિરુદ્ધ ભારતિય ન્યાય સંહિતા -૨૦૨૩ની ૧૧૧(૨)(બી), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે બીજી ફરીયાદ મોરબી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં આરોપી વસંત જેરાજભાઇ વાઘેલા રહે. કોળીની વાડી, રોકડીયા હનુમાન મંદિર, સ્કુલ પાસે મોરબી, લાલજીભાઇ શામજીભાઇ દેગામા રહે. માંધાતા સોસાયટી, વીસીપરા,મોરબી, રવિભાઇ ગઢવી રહે. મોરબી, ગોપાલભાઇ ઉપસરીયા રહે.હાલ મધુપુર તા.જી.મોરબીવાળા વિરુદ્ધ નોંધાઈ છે કે આરોપીઓ પૈકી આરોપી રવિભાઈ તથા ગોપાલભાઈએ તેના લાગતા વળગતા ઇસમો સાથે મળી સાયબર ફ્રોડ છેતરપીંડીના નાણા મેળવી બન્ને એકાઉન્ટ ધારક આરોપી વસંત મને લાલજીભાને પોતાના એજન્ટો નીમી કમિશન આપી, વધુ લાલચ આપી સત્તત સાયબર ફ્રોડના કે છેતરપીંડીથી મેળવેલ નાણા રૂ. 201120/- નાણા જમા કરાવી તે રકમ ચેક, એ.ટી.એમ. થી વિડ્રોલ કરાવી તે નાણા સગેવગે કરવાની પ્રવૃતિ સત્તત ચાલુ રાખી ગુન્હાહીત સીન્ડીકેટ કરી સાયબર ફ્રોડ કે છેતરપીંડીના નાણા સગેવગે કરી આર્થિક લાભ મેળવેલ હોય જે તમામ વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા -૨૦૨૩ની કલમ ૧૧૧(૨)(બી), ૩૧૬(૫), ૩૧૮(૪), ૬૧(૨), ૫૪, ૩૧૭(૨) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.