મોટા દહિસરા ગામે ખેડૂતના ખેતરમાં જેટકો કંપનીનો વીજ પોલ નાખી વળતર બીજા વ્યક્તિને ચુકવી ખેડૂત સાથે કરી 2.66 લાખની છેતરપીંડી
માળીયા મીયાણા તાલુકાના મોટા દહિસરા ગામની સીમમાં ખેડૂતના ખેતરમાં સંમતિ વગર જેટકો કંપનીનો વીજ પોલ ખેતરના પ્રવેશ દ્વાર પર નાખી ખેડૂતને વળતર નહીં ચૂકવી પંચક્યાસમા ખોટી સહીઓ કરી તેનૈ ઉપયોગ કરી ખેડૂતોનની સર્વે નંબર -૫૭૬/૧ પૈકી ૨વાળી જમીનના બદલે સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૧ ના માલીક લાખાભાઇને રૂ.૨૬૬૯૧૫ વળતર ચુકવી ખેડૂત સાથે રૂ.૨૬૬૯૧૫ છેતરપિંડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મૂળ માળિયા તાલુકાના મોટા દહિસરા ગામના વતની અને હાલ રાજકોટ તીર્થરાજ મધુવન પાર્ક શેરી નં -૦૫ પાટીદાર ચોક સાધુ વાસવાણી રોડ પર રહેતા જયસુખભાઇ રામજીભાઈ અવાડીયા (ઉ.વ.૬૧) એ આરોપી (૧) જેટકો કંપનીના જવાબદાર અધિકારી/કર્મચારી તથા (૨) જેટકો કંપનીના અધિકારી જે.એમ. વિરમગામા નાયબ ઇજનર જેટકો કંપની તથા (૩) પંચક્યાસમાં ક્રમ નં ૧ સહિ કરનાર માણસ તથા (૪) પંચક્યાસમાં ક્રમ નં (૨) સહિ કરનાર માણસ તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીના કબ્જા ભોગવટા વાળી મોટા દહિસરા ગામની સીમ સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ વાળી જમીનમાં ખેતરમાં પ્રવેશવના દરવાજાને તથા પાકને નુકશાની કરી ફરીયાદીના સંમતિ મજુરી વગર આ કામના આરોપીઓએ જેટકો કંપનીનો ૧૩૨ કે.વી વીજલાઇનનો થાંભલો AP-4 વાળો ખેતરના પ્રવેશ દ્વાર પર નાખી ફરીયાદીને વળતર નહિ ચુકવી વળતર ચુકવાના કરવામાં આવેલ પંચક્યાસમાં ક્રમ નં (૧) તથા ક્રમ નં (૨) માં ખોટી સહિઓ કરી તેનો ઉપયોગ કરી ફરીયાદીની સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૨ વાળી જમીનને બદલે સર્વે નંબર ૫૭૬/૧ પૈકી ૧ ના માલીક કચરા લાખાભાઇ ને રૂ. ૨૬૬૯૧૫ વળતર ચુકવી ફરીયાદી સાથે રૂ. રૂ. ૨૬૬૯૧૫ ની છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
