મોટા દહિસરા ગામે સાંસદનાં કમાન્ડોએ બીમારીથી કંટાળી સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી જીંદગી ટુકાવી
મોરબી: રાજકોટ સાસંદ મોહનભાઈ કુંડારીયાના કમાન્ડો તરીકે ફરજ બજાવતા અને ડેપ્યુટેશન પર સલામતી વિભાગ ગાંધીનગરમાં ફરજ બજાવતા અશ્વિન રાયધનભાઇ બાલાસરા (હાલ રહે. એસઆરપી રાજકોટ મુ.રહે.મોટા દહીંસરા તા.માળીયા(મી) વાળા છેલ્લા ઘણા સમયથી બીમાર હોવાથી.
જેઓને ફેફસાની બીમારી હોવાથી જેમાં અનેક પ્રકારની દવાઓ કરાવી છતાં બીમારી દૂર ન થતા અંતે બીમારીથી કંટાળી આત્મહત્યા કરવાનું વિચાર્યું હતું. અશ્વિનભાઈ પોતાના વતન મોટા દહિસરા ગામમાં આવેલ ઘરે હતા જ્યાં તેમને આપેલ સર્વીસ રીવોલ્વરથી જ પોતાના લમણાના ભાગે ગોળી મારી જીવન ટૂંકાવ્યું હતું. જેની જાણ થતા જ માળીયા મી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને CRPC કલમ ૧૭૪ મુજબ ગુનો નોંધી વધુ માળીયા(મી) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.