માળીયાના મોટા દહીંસરા ગામે જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા
માળીયા (મી): માળિયા (મી) તાલુકાના મોટા દહીંસરા ગામે કોળીવાસમા રોજા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમોને માળિયા (મી) પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ માળિયા (મી) તાલુકાના મોટા દહીંસરા ગામે કોળીવાસમા રોજા વાળી શેરીમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા સાત ઇસમો લખમણગીરી ભીખુગીરી ગોસાઇ, વિવેકભાઇ વિનોદભાઇ ગોસાઇ, જયદીપભાઇ તખુભાઇ ધંધુકીયા, કીરીટભાઇ અમ્રુતલાલ રાણપરા, દિનેશભાઇ છગનભાઇ ઇંદરીયા, મહીપાલસિંહ મંગળસિંહ જાડેજા, સવાભાઇ વશરામભાઇ બોરીચા રહે. બધા મોટા દહીંસરા ગામ તા.માળીયા મી.વાળાને રોકડ રકમ રૂ.૧૬૩૪૦ નાં મુદ્દામાલ સાથે માળિયા (મી) પોલીસે ઝડપી પાડી આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.