મોરબીના દલવાડી સર્કલ નજીક ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત; ગુન્હો દાખલ
મોરબીના બાયપાસ રોડ પર દલવાડી સર્કલ નજીક રોડ ઉપર ટાટા ગાડીએ એકટીવાને હડફેટે લેતા વૃદ્ધનું મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી ગાડી ચાલક વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ પર આવેલ નિલકંઠ મહાદેવ મંદિર પાછળ બોખાની વાડીમાં રહેતા હિરાલાલ લવજીભાઈ નકુમ (ઉ.વ.૪૫) એ આરોપી ટાટા કંપનીની ગાડી રજીસ્ટર નંબર -જીજે-૩૬-વિ-૮૨૨૨ વાળાનો ચાલક અશોકભાઈ કાનજીભાઇ ધંધુકિયા (ઉ.વ.૪૨) રહે. મોટા દહિસરા તા. માળીયા મીયાણાવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીએ પોતાના હવાલાવાળી ટાટા કંમ્પની મોડલ નં-૧૨૧૬ ગાડી જેના રજીસ્ટર નં નંબર GJ-36- V-8222 વાળી પુરઝડપે બેદરકારી અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પિતાજીના એકટીવા મોટર સાયકલ રજીસ્ટર નં-GJ-03-HF-7956 વાળા સાથે પાછળથી ભટકાડી ફરીયાદીના પિતાજી ને શરીરે નાની મોટી તથા કમરના નીચેના ભાગે તેમજ ડાબા પગના સાથર ના ભાગે ગંભીર ઇજા પોંહચતા ફરીયાદીના પિતા લવજીભાઈનુ મોત નિપજ્યું હતું જેથી મૃતકના પુત્રએ આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.