મોરબીના દરબારગઢ થી મહેન્દ્ર ડ્રાઈવ રોડની તુટેલી રેલીંગનુ સમારકામ કરવા મહિલા કોંગ્રેસ પ્રમુખની માંગ
મોરબીના ઝુલતાની નજીક આવેલ દરબારગઢ થી મહેન્દ્ર ડ્રાઈવ રોડની રાજાશાહી સમયની ગ્રીન રેલીંગ તુટી ગઈ છે. જે તુટેલી રેલીંગનુ સમારકામ કરવા મોરબી મ્યુનિસિપલ કમિશ્નરને લેખિત રજૂઆત કરી મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતી નિરંજનીએ માંગ કરી છે.
રજુઆતમાં જણાવ્યું હતું કે મોરબીના ઝૂલતા પુલની બાજુમાં દરબારગઢ થી આવતા મહેન્દ્ર ડ્રાઇવ રોડની રાજાશાહી સમયની ગ્રીન રેલિંગ તૂટી ગઈ છે.જેથી આ તૂટેલી રેલીંગ ના કારણે સ્થાનિકો સાથે તથા અન્ય લોકો સાથે ભવિષ્ય માં દુર્ઘટના સર્જાય શકે તેમ છે. જેથી તેનું વહેલી તકે સમારકામ કરવાની મોરબી મહિલા કોંગ્રેસ પ્રમુખે કમીશ્નરને રજુઆત કરી માંગ કરી છે.