ટંકારા પડધરી વિસ્તારમાં દેશી હોઈ કે વિદેશી દારૂનો ધીકતો ધંધો: અંકુશ લગવવમાં પોલીસ અને ધારાસભ્ય નિષ્ફળ
સૌ પ્રથમ પોલીસની વાત કરીએ તો ટંકારા પોલીસ ની કેવી કામગીરી છે એ ખૂબ ચર્ચામાં છે હાઈ પ્રોફાઈલ જુગાર ધામમાં પૈસા ખાઉ અને ધારાસભ્યના નજીકના ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ પીઆઈ વાઈ કે ગોહિલ ને અને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે
વાત કરીએ હવે ધારાસભ્યની તો ધારાસભ્ય દૂર્લભજીભાઈ દેથરિયાના ગામ લીલાપર- નવાગામ, હડમતીયા, બંગાવડી, ઓટાડા,ખાખરા જેવા ગામડાઓમાં દેસી દારૂ ની ભઠ્ઠીઓ દિવસ રાત ધમઘામે છે,ગામડા વિસ્તારો માં ખેત મજૂર અને કારખાના મજૂર સાંજે દેસી પોટલી પી રોડ પર ખૂલે આમ જુમ બરાબર જૂમ ની લટાર મારે છે,હમણાં થોડા દિવસો પહેલા ધારાસભ્યના ગામ લીલાપર માં દારૂની પોટલી પીને રખડતા પોટલી વીરો નો વિડિયો વાયરલ થયો હતો જેને ગુજરાત ભરમાં દારૂબંધી ના લીરેલીરા ઉડાવ્યા હતા ટંકારા વિસ્તારનો પણ મહિલા દારૂ વેચતી હોઈ અને ખુલ્લે આમ વેચતી હોઈ તેવો વિડીઓ પણ સામે આવ્યો હતો અને આવા અનેક વિડીઓ ટંકારા વિસ્તારના સામે આવી રહ્યા છે
ગામડાઓમાં ધારાસભ્ય મત લઈ ને ચૂંટાયા પછી ઘણા ગામોમાં દર્શન કરવા દુર્લભ છે તેવું ગામ લોકો કહી રહ્યા છે અમુક દારૂની ભઠ્ઠી વારાઓ ને ખુબ રાજકીય સંરક્ષણ મળેલું છે તથા પેપરમિલ ના પ્લાસ્ટિક બાળવા ની જેમ પોલીસ માં પણ ક્યાંક હપ્તા બાંધી ને ઉઘરાણું તો નથી કરવામાં આવતું એ પણ મોટો પ્રશ્ન છે
હાલ ટંકારા પડધરી વિસ્તાર માં ચર્ચાઈ રહિયું છે કે નિષ્ફળ અને પૈસા કમાવ પોલીસ અને ધારાસભ્ય દુર્લભજીભાઈ એ નૈતિકતા નેવે મૂકી દીધી છે અને આવને આવ ચાલ્યું તો એ દિવસો દૂર નહિ કે આ વિસ્તાર મા લઠ્ઠાકાંડ થવાનું દૂર નહિ અને ટંકારા પડધરી કે જે દયાનંદ સરસ્વતી ની જન્મ ભૂમિ છે તે લઠ્ઠાકાંડ ની લાશો થી બદનામ થશે.
પોલીસ અને ધારાસભ્ય એ આ બાબતે ગંભીરતા દાખવી જોઈએ નહિ તો પછી ઘોડા છૂટી ગયા પછી તબેલે તાળા મારવા જેવું થશે.
મોરબી: 29 જૂન ,2025 રવિવારના રોજ એક 51 વર્ષના દર્દી રાજકોટ થી મોરબી પ્રસંગોપાત આવેલા એ દરમ્યાન દર્દીને અર્ધ બેભાન હાલતમાં શ્વાસ જ ન લઈ શકવાની તકલીફ સાથે આયુષ હોસ્પિટલ ઈમરજન્સી વિભાગમાં લાવવામાં આવ્યા હતા.
ત્યાં ડૉ સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતા જણાવ્યું કે દર્દીનું ઓક્સિજન લેવલ માત્ર 50% જ...
મોરબી શહેરમાં હાલ મુસ્લિમ સમાજના મોહરમ શરીફ અંતર્ગત મુસ્લિમ વિસ્તારમાં ઠેર ઠેર છબીલ તાજીયા અખાડા કમિટી દ્વારા વિવિધ ધાર્મિક કાર્ય અંતર્ગત મુસ્લિમ સમાજના નવા વર્ષ મોહરમ શરીફ નિમિત્તે પ્રથમ ચાંદ થી શરૂ છે ત્યારે એ ડીવીઝનલ પોલીસ મથકે જિલ્લા પોલીસ વડાની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન થી મોરબી...
મોરબી જિલ્લામાં મહિલાઓ માટે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી વિવિધ મહિલા કલ્યાણકારી યોજનાઓ અંગે માહિતી અને માર્ગદર્શન આપવા તથા યોજનાકીય લાભ પ્રદાન કરવા માટે મોરબીમાં વાઘપરા, શેરી નં. ૬, સતવારા સમાજની વાડી ખાતે એક દિવસીય યોજનાકીય કેમ્પ યોજાયો હતો.
આ કેમ્પમાં વિવિધ સરકારી વિભાગો દ્વારા કાર્યરત...