મોરબી: વીસી ફાટક નજીક ડેમુ ટ્રેનની ઠોકરે અજાણ્યા પુરુષનું મોત
મોરબી-વાંકાનેર રૂટમાં ચાલતી ડેમુ ટ્રેનની ઠોકરે મોરબી નજીક આવી જતા અજાણ્યા પુરુષનું મોત થયું હોય જે બનાવ મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરથી મોરબી રાત્રીના ડેમુ ટ્રેન આવી રહી હોય જે મોરબી પહોંચતા વીસી ફાટક પાસે રેલ્વે ટ્રેક પર એક પુરુષ ટ્રેનની અડફેટે આવી જતા મોત થયું હતું જોકે મૃતકની ઓળખ થઇ સકી નથી રાત્રીના ૧૦ : ૧૦ કલાકે ડેમુ ટ્રેનની ઠોકરે યુવાનનું મોત થયાનું રેલ્વે પોલીસે જણાવ્યું હતું જે બનાવ મામલે રેલ્વે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તેમજ મૃતકની ઓળખ મેળવવા વધુ તપાસ ચલાવી છે