ડેમી નદી પર ચેકડેમ નું નવીનીકરણ કામનું ખાત મુહૂર્ત કરતા દુર્લભજીભાઈ દેથરિયા
ટંકારા: ટંકારા તાલુકાના નસીપર ગામે આવેલ ડેમી નદી પર ચેકડેમનુ નવીનીકરણ માટે રૂપિયા ૩૮ લાખના કામનું ખત મુહૂર્ત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું.
ટંકારા તાલુકાના નસીપર, ઉમીયા નગર અને મોટા રામપર વગેરે ગામોને સિંચાઇ પૂરું પાડતા ડેમી નદી ઉપરના ચેકડેમનુ નવીનીકરણ માટે રૂપિયા ૩૮ લાખના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા દ્વારા કરવામાં આવ્યું. આ નવીનીકરણ થકી આસપાસના ગામોના ખેડૂતો સિંચાઇનો ભરપૂર ઉપયોગ કરી શકશે જેથી ખેડુતોને ખેતરમાં પાકની સમયસર વાવણી કરવામાં તેમજ પાકને સમયસર પાણી આપી શકશે. જ્યારે ચોમાસા દરમિયાન વરસાદ એક વખત પડી ગયા પછી થોડા દિવસ નથી પડતો તેવા સમયે ખેડૂતો ડેમી નદીમાંથી પાણીનો ઉપયોગ કરી પોતાના ખેતરમાં ઉભા પાકને બચાવી શકશે. માટે આ ડેમી ડેમના નવીનીકરણથી ખેડુતોને ફાયદો થશે.