હળવદના નવા સુંદરગઢ ગામે દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપાઇ
હળવદ પોલીસને બાતમી મળેલ કે નવા સુંદરગઢ ગામે મહિલા આરોપી પોતાના રહેણાંકમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી મકાનમાં દેશી દારૂ બનાવી તેનું વેચાણ કરે છે, જે બાતમીને આધારે પોલીસે રેઇડ કરતા, જ્યાં ગરમ આથો તથા તૈયાર દેશી દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ આરોપી મહિલા વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ: હળવદ તાલુકાના સુંદરગઢ ગામે સ્મશાન પાસે રહેતા નીતાબેન દેવજીભાઈ પીપળીયા પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી ચલાવી, દેશી દારૂ બનાવે છે, અને હાલમાં આ ભઠ્ઠી ચાલુ છે, જે મુજબની હળવદ પોલીસને બાતમી મળતા તુરંત પોલીસે ઉપરોક્ત મહિલા આરોપીના રહેણાંક મકાને રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન ઘરમાંથી ગરમ આથો ૧૨૫ લીટર તથા તૈયાર દેશી દારૂ ૩ લીટર તેમજ ભઠ્ઠીના સાધન સામગ્રી સહિત પોલીસે કુલ રૂ.૩,૭૨૫/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. સૂર્યાસ્તનો સમય હોય જેથી મહિલા આરોપી નીતાબેન દેવજીભાઈ પાપલીયા ઉવ.૩૨ વાળાની અટક કરી ન હોય પરંતુ તેણીની સામે હળવદ પોલીસ મથકમાં ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.