હળવદના ધનાળા ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ તાલુકાના ધનાળા ગામની સીમમાં જુગાર રમતા કુલ આરોપી-૪ ને રોકડ રૂા.૩૩,૧૦૦/- ના મુદામાલ સાથે હળવદ પોલીસે ઝડપી પાડયા છે.
હળવદ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફને મળેલ બાતમીના આધારે ધનાળા ગામની સીમ બ્રાહ્મણી નદિના પટ્ટમાં બાવળની કાંટમાં જાહેરમાં જુગાર અંગે રેઇડ કરી જુગાર રમતા ચાર ઇસમો ચંદુ ઉર્ફે સંજય રાણાભાઈ જીંજુવાડીયા રહે. ગામ જુના ધનાળા તા.હળવદ, વિજય ધીરૂભાઇ સાંતલપરા રહે.ગામ મહેન્દ્રનગર ક્રાંતીજ્યોત પાછળ મોરબી, સુરેશ ઠાકરશીભાઇ સોનાગ્રા રહે શોભેશ્વર પાર્ક, જુના ઘુંટુ રોડ મોરબી, સુરેશ રમેશભાઈ જીંજુવાડીયા રહે. હળવદ સલાટ ફળી તા.હળવદવાળાને રોકડ રકમ રૂ.૩૩,૧૦૦/- ના મુદામાલ સાથે પકડાયેલ તથા નાશી જનાર આરોપી કિરણ જીલુભાઇ જીજુવાડીયા રહે ગામ જુના ધનાળા તા.હળવદવાળા વિરુધ્ધ જુગાર ધારા મુજબનો ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.