મોરબીના ધરમપુર રોડ ઉપર 112 જન રક્ષક પોલીસ વાને રીક્ષા તથા ઈકો કારને હડફેટે લેતા પાંચ વ્યક્તિ ઈજાગ્રસ્ત; ગુન્હો દાખલ
મોરબીના ધરમપુર રોડ ઉપર લાભનગર પહેલા વાઘાણી પરિવારના ખોડીયાર માતાજીના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર ૧૧૨ જન રક્ષક પોલીસ વાનના ચાલકે બેફિકરાઈથી ચલાવી સી.એન.જી. રીક્ષા અને ઈકો સ્પોર્ટ કાર સાથે અથડાવતા પાંચ જેટલા લોકોને ઇજા પહોંચી હતી જેથી આ બનાવ અંગે આરોપી ૧૧૨ જન રક્ષક પોલીસ વાનના ચાલક વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી શહેરમાં સામાકાંઠે આવેલ વેજીટેબલ રોડ પર લાભનગર પહેલા દશામાના મંદિરની પાછળ રહેતા જગદીશભાઈ બાબુભાઈ અગેચણીયાએ આરોપી 112 જન રક્ષક પોલીસ વાનના ચાલક વિરુધ્ધ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદી પોતાની બજાજ મક્ષીમાં સી. એન. જી. રીક્ષા રજીસ્ટર નં GJ-36-W- 4462 વાળી ચલાવી ફરીયાદીની દિકરીઓ તથા ફરીયાદીના લતાના દિકરા દિકરીઓને કારખાનેથી લઈ ઘરે પરત આવતો હતો તે દરમ્યા ન મોરબીના ધરમપુર રોડ લાભ નગર પહેલા વાઘાણી પરીવારના ખોડીયાર માતાના મઢ પહેલા આવેલ રોડની ગોળાઈ ઉપર પહોંચતા રાત્રીના આસરે સાડા આઠેક વાગ્યાના સમયે ફરીયાદીની સામેથી આવતી ૧૧૨ જન રક્ષક પોલીસ વાનના ચાલકે પોતાના હવાલા વાળી રજી નં-GJ-36-G-0193 ચળી ફુલ સ્પીડમાં અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીની રીક્ષાને ટકકર મારી પાછળ આવતી ઇકો સ્પોર્ટ GJ-36-JR- 7676 વાળી ને ટકકર મારી ફરીયાદીને શરીરે નાની મોટી ઈજાઓ તથા ફરીયાદીની દીકરી જયશ્રી તથા મિતલને જમણા પગે ફેકચર જેવી ગંભીર ઈજાઓ કરી તથા પારૂબેન તથા સોનુભાઈ યાદવને શરીરે ઇજા પહોંચી હતી જેથી બનાવ સ્થળે લોકો એકત્ર થતા ૧૦૮ ને કોલ કરતા ૧૦૮ દ્વારા ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ તેમજ પોલીસ જન રક્ષક વાનના ચાલક નીચે ઉતરતા નશાની હાલતમાં લાગતા હોય જેથી આરોપી વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.
