મોરબીના ધુળકોટ ગામે સ્વામિનારાયણ મંદિરમાં જવાનો ખાર રાખી મહિલા પર ત્રણ શખ્સોનો હુમલો
મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતી મહિલા ધુળકોટ ગામે આવેલ સ્વામિનારાયણ મંદિરમાં ગયેલ હોય જેનો ખાર રાખી ત્રણ શખ્સોએ મહિલાને જાતી પ્રત્યે હડધૂત કરી સોરીયા વડે માર મારી હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા નીમુબેન રમણીકભાઇ પરમાર (ઉ.વ.૪૫) એ આરોપી જેરામભાઇ ચકુભાઇ રાઠોડ, નરેશભાઇ જેરામભાઇ રાઠોડ, લાલભાઇ જેરામભાઇ રાઠોડ રહે ત્રણેય ધુળકોટ તા. જી. મોરબીવાળા વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ફરીયાદી એકાદ માસ પહેલા પોતાના ધુળકોટ ગામે આવેલ સ્વામીનારાયણ ભગવાનના મંદીરમા ગયેલ હોય તેનો ખાર રાખી આરોપીઓએ ફરીયાદીને જાતિપ્રત્યે અપમાનીત કરી આપણા મંદીરમા પ્રવેશ કર્યો હતો. એમ કહી ત્રણેયના હાથમા રહેલ સોરીયાના હાથા વડે ફરીયાદીના વાસાના ભાગે માર મારી હવે આને મુકવી નથી તેમ કહી ધમકી આપી જેમ ફાવે તેમ ગાળો આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.