મોરબી પંથકમાં ડીઝલ ચોરીના ગુન્હા આચરતી “સમા ગેંગ”ના બે આરોપી પકડાયા
મોરબી તાલુકાના અલગ-અલગ વીસ્તારોમાં ડીઝલ ચોરીના ગુન્હાઓ આચરતી “સમા ગેંગ” ને મુદામાલ સાથે મોરબી તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડયા છે.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ડીઝલ ચોરીના બે ગુન્હાઓ રજિસ્ટર થયેલ હોય જેથી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ સ્ટાફની અલગ-અલગ ટીમો બનાવીને આ ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને શોધી કાઢવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે દરમ્યાન સર્વેલન્સ ટીમને મળેલ બાતમીના આધારે ડીઝલ ચોરી ના ગુન્હાઓને અંજામ આપનાર “સમા ગેંગ” ના ઇસમો અયુબ મલુક સમા રહે. નાના દીનારા તા-જી ભુજ (કચ્છ) તથા પ્રદીપભાઇ અમુભાઇ મીયાત્રા ( ડીઝલ નો જથ્થો લેનાર) ને કૂલ કીરૂ ૬૩,૨૫૦ /-ના મુદામાલ સાથે ઝડપી પાડી પુછપરછ કરતા અન્ય એક શખ્સ અસલમ ઉર્ફે અનવર કમાલ સમા રહે. કોટડ તા-જી ભુજ (કચ્છ)વાળાનુ નામ ખુલતા આગળ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.