Saturday, January 31, 2026

મોરબી જીલ્લામાં જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતેથી “લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન” નું શુભારંભ કરવામાં આવેલ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબી; તા. 30 જાન્યુઆરી 2026 “સ્પર્શ લેપ્રસી અવેરનેશ કેમ્પેઇન “Ending Discrimination, Ensuring Dignity (“પ્રતિષ્ઠા સુનિશ્ચિત કરીને ભેદભાવનો અંત) થીમ હેઠળ લેપ્રસી દિવસની ઉજવણી સાથે જન જાગૃતિ માટે પ્રતિજ્ઞા લઈ કેમ્પેઇન નો શુભારંભ કરાયો

30મી જાન્યુઆરી રક્તપિત્ત વિરોધી દિવસ તરીકે ઉજવવામાં આવે છે સાથે સાથે પુજ્ય મહાત્મા ગાંધીજીની પુણ્યતિથી પણ હોય ગાંધીજીના નિર્વાણ દિને તારીખ 30મી જાન્યુઆરીથી 13મી ફેબ્રુઆરી 2026 દરમ્યાન એન્ટી લેપ્રસી પખવાડિયાની ઉજવણી ના ભાગરૂપે “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કમ્પેઈન” નો શુભારંભ જીલ્લા ક્ષય કેન્દ્ર/રક્તપિત્ત કેન્દ્ર ખાતેથી દિપ પ્રાગટય કરી કરવામાં આવ્યો હતો.

રક્તપિત્ત મુક્ત ભારત બનાવવા માટે મહાત્મા ગાંધીજીના સ્વપ્ને પરિપુણૅ કરવા માટે રક્તપિત્ત રોગ વિશે જાગૃતિ વધારવી /, શંકાસ્પદ રક્તપિત્તનાં લક્ષણો જણાય તો આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલવાં દર્દી પ્રત્ય ભેદભાવ ન રાખવાં જણાવ્યું હતું.

સંયુક્ત પ્રયાસોથી આપના ગામ ને રક્તપિત્ત મુક્ત બનાવવાની જવાબદારી આપણી છે જે માટે જીલ્લા ક્ષય કેન્દ્ ખાતે યોજાયેલ કાર્યક્રમ માં શામેલ તમામ ને પ્રતિજ્ઞા લેવડાવવામાં આવેલ તથા રક્તપિત્ત નિમૃલન કાર્યકમમાં જોડાવવા સમાજ ના તમામ જાગૃત લોકોને અપીલ પણ કરવામાં આવેલ.

“સ્પર્શ રક્તપિત્ત જાગૃતિ અભિયાન” અતૅગત મોરબી મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે શ્રીવાસ્તવ તથા જીલ્લા ક્ષય/રક્તપિત્ત અધીકારી ડો.ધનસુખ અજાણા સાહેબના સતત માગૅદશૅન હેઠળ કાર્યકમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ આ કાર્યક્રમમાં લેપ્રસી રોગ વિશે માન્યતા તથા ગેર માન્યતા વિશે સમજ આપવામાં આવેલ રક્તપિત્ત રોગ ને તેના લક્ષણો ને વહેલા કેમ ઓળખી શકાય કે રીતે કાળજી રાખી શકાય તે વિશે પિયુષભાઈ જોષીએ વિસ્તૃત માહિતી આપેલ હતી.

આ કાર્યક્રમમાં ઉપસ્થિત રક્તપિત્ત માં દર્દીઓને અલ્સર કીટ તેમજ MCR શુંઝ નું વિતરણ કરી રોગ વિશે માહિતી આપી પ્રોતસાહિત કરેલ.”

કાર્યક્રમને સફળ બનાવવા રક્તપિત્ત પેરા મેડિકલ વકૅર ધર્મેન્દ્રભાઈ‌ વાઢેર તથા જીલ્લા પ્રોગ્રામ કૉ-ઓરડીનેટર પિયુષભાઈ જોષી, તથા અન્ય તમામ DTC કમૅચારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર