મોરબીના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પકડવામાં આવેલ 1.29 કરોડથી વધુના દારૂ બીયરના જથ્થાનો નાશ કરાયો
મોરબી જીલ્લાના મોરબી તાલુકા, મોરબી સીટી એ ડિવીઝન, મોરબી સીટી બી ડિવીઝન તથા ટંકારા પોલીસ સ્ટેશનનો પ્રોહીબીશનના કુલ-૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઈંગ્લીશ દારૂ તથા બીયર ટીન મળી કુલ નંગ- ૧૧૨૬૯ જેની કિ.રૂ- ૧,૨૯,૨૭,૭૮૩/- ના કબ્જે કરેલ મુદામાલનો મોરબી જીલ્લા પોલીસ દ્વારા નાશ કરવામાં આવ્યો છે.
મોરબી જીલ્લામા પ્રોહીબીશના ગુન્હાઓમા કબ્જે કરવામાં આવેલ પ્રરપ્રાંતીય વિદેશી દારૂ તથા બીયરની બોટલ/ટીન હનો કબ્જે કરેલ મુદામાલ નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી જરૂરી મંજુરી મેળવી નામદાર કોર્ટના હુકમ મુજબ તથા સરકારના ઠરાવ મુજબ આજે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૨૨ કુલ બોટલ નંગ-૮૧૧૧ કી.રૂ-૯૭,૭૯,૨૯૫/- તથા મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૧૭ કુલ બોટલ નંગ-૫૯૬ કી.રૂ-૭,૩૯,૨૨૩/- તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૨૬ બોટલ નંગ ૨૨૪૫ કિ.રૂ-૧૫,૬૯,૦૦૮/-તથા ટંકારા પોલીસ સ્ટેશનના કુલ ગુન્હા-૦૫ બોટલ નંગ- ૩૧૭ કી.રૂ -૮,૪૦, ૨૫૭/- નો મળી ઉપરોકત તમામ પોલીસ સ્ટેશનના કુલ કેશ-૭૦ ગુન્હામા કબ્જે કરેલ ઇંગ્લીશ દારૂની બોટલ તથા બીયર ટીન મળી કુલ નંગ-૧૧૨૬૯ જેની કી.રૂ-૧,૨૯, ૨૭,૭૮૩/- થાય છે જેનો આે મોરબી તાલુકાના જાંબુડીયા ગામ પાછળ રફાળેશ્વર પાનેલી જતા રોડ પર આવેલ વીડી વાળી ખરાબાની જમીનમાં નાશ કરવામા આવેલ છે.