આજે મોરબી જીલ્લામાં અલગ અલગ ત્રણ જગ્યાએ આગ ની ઘટના બની: ફાયર કરી બેસ્ટ કામગીરી
મોરબી જીલ્લામાં આજે અલગ અલગ ત્રણ જગ્યાએ આગ લાગી હતી જેમાં આગનો પ્રથમ બનાવ ટંકારા તાલુકાના લજાઈ ગામે બીજ કોર્પોરેશન કંપનીમાં આગની ઘટના સામે આવી હતી જે અંગે ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી જઇ આગ પર કાબુ મેળવ્યો હતો.
જ્યારે બીજો આગનો બનાવમાં મોરબીના લાલપર વન વિભાગના જંગલમાં આગ લાગી હતી જેના કારણે વન વિભાગે વાવેતર કરેલ ઝાડને નુકસાન થયુ હતું અને આ આગની ઘટના અંગે મોરબી ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આગ પર પાણી મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી
તેમજ ત્રીજી આગનો કોલ ફાયર વિભાગને ઘુંટુ રોડ પરથી મળ્યો હતો જેથી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ઘુંટુ રોડ પર હરીઓમ સોસાયટીની સામે પંચરની દુકાનમા આગ લાગતા બધુજ બળીને ખાક થયુ ગયુ ગયેલ હોય જેથી આગ પર પર પાણી મારો ચલાવી આગન પય ફાયર વિભાગ દ્વારા કાબુ મેળવ્યો હતો. આમ મોરબી ફાયર વિભાગ દ્વારા જુદી જુદી ત્રણ જગ્યાએ લાગેલ આગ પર કાબુ મેળવી સરાહાનીય કામગીરી કરી હતી. તેમજ આ ત્રણેય આગની ઘટનામાં કોઈ જાનહાનીની થવા પામી ન હતી.