મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ યોજાઇ
આજે મોરબી જિલ્લા યુવક કોંગ્રેસની પ્રથમ કારોબારી મિટિંગ સનાળા રોડ ખાતે આવેલ પટેલ શોપિંગમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાઈ હતી.
જેમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ ના પ્રમુખ પ્રવીણ સિંહ વણોલ, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમ મન્સુરી, મોરબી માળિયા વિધાનસભા પ્રમુખ રાજ ખાંભરા ટંકારા પડધરી વિધાનસભા પ્રમુખ મિલન સોરીયા, વાંકાનેર તાલુકા પ્રમુખ શાકિબ શેરસીયા, મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ મહામંત્રી દેવેન્દ્રસિંહ જાડેજા, પ્રકાશ રાજપરા તથા મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલીયા મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજ સિંહ જાડેજા sc st શેલ પ્રમુખ દિલીપ ભાઈ પરમાર, મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતી બેન તથા મોરબી જિલ્લા કોંગ્રેસ તથા મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ ના હોદેદારો તથા કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા
આ કારોબારી બેઠકમાં મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા નીચે મુજબના મુદ્દા ઉપર વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.
૧) સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં યુવાઓ વધારે ને વધારે ભાગ લે.
૨) યુવક કોંગ્રેસ નું સંગઠન મજબૂત કરવું.
૩) દરેક વોર્ડ તથા ગામડે ખાટલા બેઠક કરી યુવાનો ને જાગૃત કરવા.