મોરબી જિલ્લામાં ક્રિટિકલ કેર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક હૃદય, કિડની અને ફેફસામાં એક સાથે લાગુ પડેલા ગંભીર રોગોની સફળતા પૂર્વક સારવાર
10 નવેમ્બર 2025 ના રોજ એક 75 વર્ષના વૃદ્ધ દર્દી આયુષ હોસ્પિટલમાં ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ ની સારવાર માં દાખલ થયા. જ્યારે દર્દી દાખલ થયા ત્યારે તેમને ખૂબ શ્વાસ ચડવો, પેશાબ આવતો બંધ થય જવો, ગભરામણ થવી જેવી અનેક તકલીફો હતી. આગળ તપાસ કરતા જણાયુ કે દર્દી નું હૃદય ખુબજ નબળું પડી ગયું હતુ, હૃદય નું પંપીંગ કાર્ય માત્ર 20% હતું, કિડની પર ડેમેજ થયું હતુ, પલ્મોનરી ઇડિમા થયુ હતું, પેશાબ ની કોથળી માં ચેપ લાગેલો હતો, ઈલેક્ટ્રો લાઇટ્સ નુ નોર્મલ લેવલ ડિસ્ટર્બ થઈ ગયુ હતુ. આમ આવી અનેક ગંભીર બીમારી હોવા છતા ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા દર્દી ની સારવાર ખૂબ જ સફળતા પૂર્વક થતા દર્દીની માત્ર 5 દિવસ માં હોસ્પીટલ માંથી રજા કરવામાં આવી.
આમ મોરબી જિલ્લામાં આયુષ હોસ્પિટલ અને ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા અનેક ક્રિટિકલ દર્દીઓ ની ખૂબ સફળતાપૂર્વક સારવાર થતા દર્દીઓ ને નવજીવન મડયુ છે.