Tuesday, October 14, 2025

સંવિધાન સેવા મંચ મોરબી જીલ્લા દ્વારા અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ સાથે નવનિયુક્ત કર્મચારી દાતાઓનું અભિવાદન અને પારીવારીક સંગઠનાત્મક સ્નેહમિલનની અભૂતપૂર્વ સફળતા અને ભવ્યાતિભવ્ય આયોજનનો વિરલ કીર્તિમાન સ્થાપિત થયો હતો.

મોરબી જિલ્લા પંચાયતના યશશ્વી મહિલા પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સવિશેષ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હીરાલાલ ટમારીયા, અશોકભાઈ ચાવડા, અનુ. જાતિ કલ્યાણ નિયામક અતુલભાઈ છાસિયા કાર્યપાલક ઈજનેર જીજ્ઞેશભાઈ ગોહેલ, ગૌતમભાઇ સોલંકી સાહિત ના તમામ મહાનુભાવોએ બંધારણ ના ઘડવૈયા, ક્રાંતીવીર, યુગપુરૂષ ડો. બાબા સાહેબ આંબેડકરજી ના ભવ્યાતિભવ્ય દિવ્યાતિદિવ્ય પુરુષાર્થ લક્ષ્યસિધ્ધિ વિઝન અને મિશન ના આયામો ને બિરદાવી વિદ્યાર્થીઓ તેમજ સમગ્ર સમાજ ને બાબા સાહેબના ભગીરથ પ્રયત્નો માથી શીખ લેવા અનુરોધ કરેલ છે.

તેમજ ૧૫૦ વિદ્યાર્થીઓ દાતાઓ નવનિયુક્ત કર્મચારીઓના સામુહિક અભિવાદન થી જાણે કે સંગઠનાત્મક ત્રિવેણી સંગમ રચાયો હોય એવાં ભવાત્મક દ્રષ્યો નિહાળી સૌ ગૌરવાંવિત થયેલ.

ગુજરાતના સુપ્રસિદ્ધ મોટીવેશનલ સ્પીકર, લેખક પ્રોફેશર ડો. સુનિલ જાદવે પોતાની આગવી લક્ષણિક શૈલીમા બાબા સાહેબ ના સમગ્ર વ્યકિતત્વની ગૌરવગાથા દર્શાવી, વિદ્યાર્થીઓ અતિથીઓ, પ્રેસ મીડિયા સર્વને પ્રભાવિત કરેલ ડો. સુનિલ જાદવનું પ્રેરણાત્મક ઉદબોધન નવી પેઢીના નિર્માણ માટે અનન્ય સંદેશ બન્યો તે હકીકત છે.

આ સમગ્ર કાર્યક્રમનું સંચાલણ ડો. શૈલેષભાઈ સી. રાવલ તથા લારાબેન પરમારે કરેલ છે અને આ રચનાત્મક ભવ્યાતિભવ્ય કાર્યક્રમની જ્વલંત સફળતા માટે સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લાના તમામ સદસ્યોએ અથાગ પરિશ્રમ કરી સન્માન સમારોહની ડો. બાબા સાહેબના દિવ્ય વિચારોનું અમલીકરણ કરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર