મોરબી જીલ્લામાં HIV ચેપ ગ્રસ્ત દર્દીઓને રાશન કીટ વિતરણ કરાઈ
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે મોરબી જિલ્લામાં મોરબી ડીસ્ટ્રીકટ નેટવર્ક પીપલ્સ વીથ એચ.આઈ.વી. એઈડ્સ કંટ્રોલ (એમ.ડી.એન.પી+) દ્વારા ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર ડોક્ટર ધનસુખ અજાણા તેમજ પ્રોગ્રામ કો- ઓર્ડીનેટર પિયુષભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે એ.આર.ટી. ની દવા લેતા તમામ સગર્ભા બહેનો,વિધવા બહેનો તથા બાળકોને રાશન કીટ વિતરણ કરવા માટેનું જીલ્લા ક્ષય કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવેલ.
આ કાર્યક્રમ માટે (એમ.ડી.એન. પી+) મોરબીના સભ્યો રાજેશભાઈ લાલવાણી, રાજેશભાઈ જાની, જયદીપભાઇ નિમાવત, ભાવનાબેન ચાવડા તથા કૃણાલભાઈ ત્રિવેદીએ સિરામિક ગ્રુપ તેમજ લોકલ દાતાઓ શોધી દાતા મારફત ૫૦ જેટલી કિટ મેળવી દર્દીઓને આપી હતી.
આ ઉપરાંત આગામી સમયમાં આવતા દિવાળીના તહેવાર નિમિત્તે પણ સંસ્થા દ્વારા કીટ વિતરણ નું આયોજન કરવાનું હોય મોરબી જિલ્લાના દાતાઓને નમ્ર અપીલ છે કે વધુમાં વધુ કીટ આપીને સહભાગી બને અને દાન માટે નીચે મુજબના સભ્યનો આપેલ સંપર્કસુત્ર પર સંપર્ક કરે. રાજેશભાઈ લાલવાણી – ૭૫૬૭૫ ૧૭૪૬૨ , રાજેશભાઈ જાની – ૯૯૯૮૭ ૩૨૪૬૦, જયદીપભાઇ નિમાવત – ૯૪૨૮૯ ૧૫૫૦૬, ભાવનાબેન ચાવડા – ૭૫૬૭૦ ૬૨૭૭૨, તથા કૃણાલભાઈ ત્રિવેદીએ ૯૯૧૩૧૧૯૮૭૯.