મોરબીના ટુ વ્હીલર માટે GJ36 AE અને ફોર વ્હીલર વાહનો માટે GJ36 AF સીરીઝ માટેના ફક્ત ફેન્સી નંબર માટેની રી-ટેન્ડર પ્રક્રિયા તા.૨૯/૦૭/૨૦૨૨ થી શરૂ થનાર છે. તા.૨૯/૦૭/૨૦૨૨ થી તા.૩૧/૦૭/૨૦૨૨ સુધી અરજદાર www.parivahan.gov.in/fancy પર ઓનલાઈન અરજી કરી શકશે. તા.૩૧/૦૭/૨૦૨૨ થી તા.૦૨/૦૮/૨૦૨૨ સુધી બીડીંગ પ્રોસેસ રહેશે તથા તા. ૦૨/૦૮/૨૦૨૨ ના રોજ ઓક્શનનું પરિણામ www.parivahan.gov.in/fancyપર જાહેર કરવામાં આવશે. મોટર વાહનના ઈ-ફોર્મ ઓક્શનના પરિણામ જાહેર થયેથી દિવસ ૫ (પાંચ) મા એઆરટીઓ કચેરી મોરબી ખાતે રજૂ કરવાના રહેશે. પસંદગીના નંબર મેળવવા ઇચ્છતી વ્યક્તિઓએ કાર્યવાહી કરવા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.
હળવદ તાલુકામાં શ્રમીકોની માહિતી પોલીસને ન આપનાર ખેડૂત, ગોડાઉન માલિક વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ ઇંગોરાળા રોડ પર આવેલ ખેતરમાં ખેતમજૂર રાખી શ્રમીકની મહિતી MORBI ASSURED એપ્સ.માં રજીસ્ટ્રેશન નહી પોલીસને માહીતી ન આપી હતી જેથી આરોપી ખેતર માલિક મનસુખભાઇ...