મોરબી જિલ્લાના ખેડૂતોને દિવેલાના પાકમાં બિયારણ માટે સરકાર દ્વારા સહાય કરાશે
ભારત સરકારની તેલીબિયાં પાકોનો વ્યાપ વધારવા માટેની યોજના NMEO Oil seed માં દિવેલા પાકમાં પ્રમાણિત બીજ વિતરણ – ૧૦૦% સહાય (ભારત સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા નિયત થયેલ પ્રમાણિત બીજની કિંમતની મર્યાદામાં ખાતા દીઠ વધુમાં વધુ એક હેક્ટર માટે) રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને કચ્છ જિલ્લાના ખેડુતોને એક હેક્ટરની મર્યાદામાં લાભ મળે તે હેતુથી રાજ્યના ખેતીવાડી ખાતા મારફત સહાયિત બિયારણ વિતરણ કાર્યક્રમ શરૂ થયેલ છે. આથી જેતે જિલ્લાના દિવેલા – એરંડા પકવતા ખેડૂતોને વધુમાં વધુ તેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
આ વિતરણ મર્યાદિત સમય માટે જ હોવાથી વધુમાં વધુ ખેડૂતોએ વહેલા તે પહેલાના ધોરણે લાભ લેવા પોતાના ગામના ગ્રામ સેવક / તાલુકાના વિસ્તરણ અધિકારી – ખેતી / મદદનિશ ખેતી નિયામક / જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવા રાજકોટ વિભાગ સંયુક્ત ખેતી નિયાકમ (વિ.)ની યાદીમાં જણાવાયું છે.