મોરબીમાં ડબલ મર્ડર, લુંટના ગુનાહમાં ફરાર આરોપી અમદાવાદથી ઝડપાયો
મોરબી: મોરબી જીલ્લામાં ડબલ મર્ડર અને મોરબી સહીત અલગ અલગ જીલ્લામાં લુંટના ગુનામાં ફરાર એક શખ્સને અમદાવાદ પોલીસે ૩ પિસ્તલ અને 12 કારતુસ સાથે ઝડપી લીધો હતો આરોપી પાસેથી મળેલા હથીયાર જોઈએ કોઈ બીજા સ્થળે લુટ અથવા હત્યા જેવા ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હોય તેવી આશંકાને ધ્યાને લઇ આરોપીની કડક પુછપરછ કરાઈ છે.
ઓઢવ, મોરબી, પાલનપુર, પાટણ, જામનગર, રાજપીપળા, વિરમગામ તેમજ મધ્યપ્રદેશમાં અડધો ડઝન કરતાં પણ વધારે આંગડિયા લૂંટ કરનારી ગેંગના લીડર અલ્કેશસિંગ ભદોરીયાની ક્રાઈમ બ્રાંચે ૩ પિસ્ટલ -તમંચા અને 12 કારતૂસ સાથે ધરપકડ કરી હતી. 2022માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છુટયા બાદ ભાગતો ફરતો હતો. અલ્કેશ તેના સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટને અંજામ આપવા આવ્યો હતો. પોલીસે બાતમીના આધારે મેમ્કો આનંદ હોસ્પિટલ સામેથી અલ્કેશસિંગ ઉર્ફે અખિલેશ ઉર્ફે લવીરસિંગ ઉદયસિંગ ભદોરીયા(40)(મધ્યપ્રદેશ) ને ઝડપી લીધો હતો.
અલ્કેશસિંગ પાસેથી 2 તમંચા, 1 પિસ્ટલ અને 12 કારતૂસ મળી આવ્યા હતા. અલ્કેશસિંગે 2007માં ઓઢવમાં, 2008માં પાલનપુરમા, મોરબીમાં, વિરમગામમાં, રાજકોટમાં અને મધ્યપ્રદેશમાં ફાયરિંગ કરીને આંગડિયા લૂંટો કરી હતી. છેલ્લા 10 વર્ષથી રાજકોટ જેલમાં જ હતો, પરંતુ 2022 માં તે પેરોલ ઉપર છૂટયા બાદ હાજર થયો ન હતો.પૂછપરછમાં જણાવ્યું કે, તે સાગરિતો સાથે અમદાવાદમાં 1 કરોડ કરતાં વધારેની આંગડિયા લૂંટ કરવા માટે આવ્યો હતો. તેમજ મોરબીની ડબલ મર્ડર સાથેની આંગડિયા લૂંટમાં અલ્કેશસિંગને આજીવન કેદની સજા થઇ હતી. 2022 માં રાજકોટ જેલમાંથી પેરોલ ઉપર છૂટ્યા બાદ તેણે મધ્યપ્રદેશના ભીંડ જિલ્લાના ગોહદમાં 3.14 લાખની લૂંટ કરી હતી. જેમાં પોલીસે પ્રયાસ કરતા અલ્કેશસિંગના એક સાગરીતને ગોળી વાગી હતી.