Saturday, May 17, 2025

વાવાઝોડા દરમિયાન પૂર્વ પરવાનગી મેળવ્યા વગર હેક્વોર્ટર છોડવા માટે ચંદ્રગઢ તલાટી બી.એ. પટેલને ફરજ મોકુફ કરાયા

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

સ્પષ્ટ સુચના છતા અન અઘિકૃત ગેરહાજરી બદલ જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. જાડેજાએ તેમને ફરજ મોકુફ કરી ખાતાકીય તપાસ કરવાનો નિર્ણય કર્યો

મોરબી જિલ્લામાં બિપોરજોય વાવાઝોડાની સંભાવના હોવાના કારણે જિલ્લા પંચાયત કચેરી, મોરબી હસ્તકના તમામ અઘિકારી/કર્મચારીને હેડ કવાર્ટરમાં હાજર રહેવા અને તાકીદના સમયે સ્ટેન્ડ બાય રહેવા મોરબી જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજા દ્રારા સ્પષ્ટ સુચના આપવામાં આવી હતી.

તેમ છતા હળવદ તાલુકાના ચંદ્રગઢ ગામના તલાટી કમ-મંત્રી શ્રીમતી બી.એ. પટેલ હેડકવાર્ટર ખાતે કોઇ પરવાનગી મેળવ્યા વગર ગેરહાજર રહ્યા હોવાનું જિલ્લા વિકાસ અઘિકારી ડી.ડી. જાડેજાના ઘ્યાને આવતા બિપોરજોય વાવાઝોડા જેવી ગંભીર પરિસ્થિતિ દરમિયાન શ્રીમતિ બી.એ.પટેલની ફરજમાં અન અઘિકૃત ગેરહાજરી બદલ તેઓને ફરજ મોફુફી હેઠળ મુકવાનો જિલ્લા વિકાસ અઘિકારી દ્રારા આદેશ કરવામાં આવ્યો છે. આ બાબતે ખાતાકીય તપાસ હાથ ઘરવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર