વાંકાનેરમાં અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી ચાર શખ્સોએ યુવકને માર માર્યો
મોરબી: વાંકાનેરના સરતાનપર રોડ ઉપર ઓરબ સીરામીકમા રહેતા યુવકને ચાર શખ્સોએ અગાઉના ઝઘડાનું મનદુઃખ રાખી માર માર્યો હોવાની યુવકે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ મુળ સુરેન્દ્રનગર જિલ્લાના જશાપર ગામના રહેવાસી અને હાલ વાંકાનેરના સરતાનપર રોડ પર આવેલ ઓરબ સીરામીકમા રહી મજુરી કરતા વિજયભાઈ કાનજીભાઇ મેમકીયા (ઉ.વ.૨૨) એ આરોપી સામત ઘુઘાભાઇ જોગરાણા, બાથાભાઇ ઘુઘાભાઇ જોગરાણા, ગોપાલ ગભુભાઇ જોગરાણા, અજુભાઇ કાળુભાઇ જોગરાણા રહે. બધા જુના જશાપર તા.સાયલા જી.સુરેન્દ્રનગર વાળા વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા ૧૪-૦૯-૨૦૨૨ ના રોજ રાત્રીના સાડા નવેક વાગ્યાના અરસામાં ફરીયાદીને આરોપી બાથા ઘુઘાભાઇ સાથે અગાઉ તેમના ગામમાં ઝઘડો થયેલ જેનુ મનદુઃખ રાખી આરોપીઓ ફોરવ્હીલ કાર લઇ ફરીયાદી પાસે આવી ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી સામત ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને જમણા પગમાં નળાના ભાગે માર મારી ચાર ફેક્ચર જેવી ઇજા પહોંચાડી તેમજ આરોપી બાથા ઘુઘાભાઇએ લોખંડના પાઇપ વતી ફરીયાદીને ડાબા હાથમાં કાંડા પાસે માર મારી એક ફેક્ચર જેવી ઇજા પહોંચાડી હતી. આ બનાવ અંગે વિજયભાઈએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
