ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષય અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા દયાનંદ સરસ્વતી બી.એડ. કોલેજ, ટંકારા ખાતે ઉચ્ચ શિક્ષણ, તાલીમ અને કૌશલ્ય વિકાસ દ્વારા મહિલાઓના સશક્તિકરણ વિષયક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વિધાર્થીનીઓને શિક્ષણ દ્વારા આત્મનિર્ભર બનવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ સાથે કૌશલ્ય વિકાસ અને વિવિધ પ્રકારની તાલીમ મહિલાઓને રોજગારીના નવા અવસર પ્રદાન કરે છે તે બાબત પર ભાર મુકવામાં આવ્યો હતો.
ઉપરાંત જિલ્લા મહિલા અને બાળ અધિકારી ની કચેરી દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓની માહિતી પણ આપવામાં આવી હતી તથા શિક્ષકગણ દ્વારા સંપૂર્ણ સહયોગ આપી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો તેવું મોરબી જિલ્લા મહિલા અને બાળ અધિકારીની યાદીમાં જણાવાયું છે.