મતદાન દિવસે વૃદ્ધ અને દિવ્યાંગને ફ્રી મુસાફરી
મોરબી: લોકસભા સામાન્ય ચૂંટણી- ૨૦૨૪ મતદાન અર્થે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને ફ્રી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા આપવામાં આવી છે જેમાં સિટી બસ તેમજ ગુજરાત સરકારની તમામ બસોમાં મુસાફરી કરી ફ્રી રહેશે.
લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ અંતર્ગત મતદાનના દિવસે મતદાન કરવા માટે ૪૦% થી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગો તેમજ ૮૦ વર્ષથી વધુ વય ધરાવતા વૃદ્ધોને મોરબી સિટી બસ તેમજ ગુજરાત સરકારની તમામ બસોમાં મતદાન અર્થે ટ્રાન્સપોર્ટેશન ફ્રી રહેશે તેમ જિલ્લા સુરક્ષા અધિકારી, મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.