Thursday, March 28, 2024

મોરબીમાં ચુંટણીના પડઘા કોંગ્રેસના જુના અને કદાવર કાર્યકર્તા મુકેશ ગામીએ દાવેદારી નોંધાવી

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_img

મોરબી: રાજ્યમાં ટુંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારોની પસંદગીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેના ભાગરૂપે મોરબીમાં ગુજરાત કોંગ્રેસનાં સહ પ્રભારી, રાજ્યસભાના કોંગ્રેસના સાંસદ સહિતના આગેવાનો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મોરબી માળિયા વિધાનસભા (૬૫)ની બેઠકની ટીકીટ માટે કોંગ્રેસના સંભવિત 12 ઉમેદવારોએ ટીકીટની માંગ કરી હતી. જેમાં કોંગ્રેસના જુના કાર્યકર્તા મુકેશ ગામીએ પણ દાવેદારી નોંધાવી છે.

ઉલ્લેખનીય છે કે મુકેશ ગામી લાંબા સમયથી કોંગ્રેસ સક્રિય કાર્યકર અને આગેવાન છે અને અગાઉ પણ કોંગ્રેસ પક્ષ માટે ઘણા કાર્ય કરી ચુક્યા છે. મુકેશભાઈ ગામી કોંગ્રેસ પક્ષ સાથે છેલ્લા ૩૦ વર્ષથી જોડાયેલા છે પક્ષમાં વફાદાર અને નિષ્ઠાપૂર્વક પક્ષનું કામ કર્યું છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણી દરમ્યાન સક્રિય કાર્યકર તરીકે તેમજ ચૂંટણી પ્રચારક તરીકે નિષ્ઠાથી તન મન અને ધન થી પક્ષનું દરેક ચૂંટણીમાં કામ કરેલ છું. મૂકેશ ભાઈ ગામીએ ૨૦૧૭ માં મોરબી માળીયા વિધાનસભા બેઠકની દાવેદારી કરી હતી.પાર્ટીએ બ્રિજેશભાઈ મેરજાને ટીકીટ આપેલ હતી છતા મુકેશભાઈએ તન મન અને ધન થી કોંગ્રેસ પક્ષનું કામ કરેલ હતું.

મુકેશભાઈ ગામીએ જીલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે પણ સારી મહેનત અને સારૂ સંગઠન બનાવી ૨૦૧૫ની તાલુકા પંચાયતની,જીલ્લા પંચાયતની ચૂંટણીમાં મોરબી તથા માળીયા તાલુકા પંચાયત, મોરબી નગરપાલિકા, મોરબી જીલ્લા પંચાયતમાં જવલત વિજય કૉંગ્રેસ પક્ષને અપાવેલ હતો અને નાનામાં નાના કાર્યકરોની વાત સાંભળીને સંગઠન ઉભુ કર્યું હતું. અને આજે પણ મોરબી-માળીયા, મોરબી શહેર વિધાનસભા બુથના કાર્યકરો સાથે જીવંત સંપર્ક ધરાવે છે. તેમજ પક્ષની કામગીરી તન મન અને ધન થી કરેલ છે. તેમજ જાહેર જીવનમાં દરેક સમાજ સાથે સંકળાયેલ છે.

જ્યારે મુકેશભાઈ ગામી મોરબી જીલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય, મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પુર્વ પ્રમુખ, મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પુર્વ મહામંત્રી તેમજ રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિના પુર્વ મહામંત્રી, મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિના પૂર્વ ઉપપ્રમુખ રહી ચુક્યા છે. મુકેશભાઈ ગામી સામાજિક પ્રવૃત્તિઓ સાથે પણ જોડાયેલા છે અને મોરબી ટ્રેક્ટર ડિલર એસોસિએશનના પ્રમુખ છે.

જેથી મુકેશભાઈ ગામીએ કોંગ્રેસ પક્ષ પાસે મોરબી-માળિયા વિધાનસભાની (૬૫) બેઠક પરથી ટીકીટની માંગણી કરી છે. અને તે કોંગ્રેસ પક્ષ સાથે છેલ્લા ઘણાં સમયથી સંકળાયેલા હોવાથી ટીકીટના પ્રબળ દાવેદાર છે.

Chakravatnews Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર