Thursday, November 20, 2025

સુસવાવ ગામેથી ઇલેક્ટ્રીક મોટરની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો તથા ચોરીનો મુદ્દામાલ રાખનાર સહિત કુલ 6 ઇસમોને મોરબી ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા 

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં નર્મદા કેનાલ ઉપર ખેડુતોએ મુકેલ ઇલેકટ્રીક મોટરોની ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યો તથા ચોરીનો માલ રાખનાર સહિત કુલ-૬ આરોપીઓને કુલ રૂપિયા-૪,૯૦,૦૦૦/- ના મુદામાલ સાથે બે અનડીટેક્ટ મોટર ચોરીના ગુન્હાઓ ડીટેક્ટ કરી છ આરોપીઓને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.

હળવદ તાલુકાના સુસવાવ ગામની સીમમાં ખેડુતો દ્વારા ધાંગધ્રા બ્રાન્ચ નર્મદા કેનાલ ઉપર અલગ અલગ જગ્યાઓએ અલગઅલગ હોર્સપાવરની ઇલેકટ્રીક મોટરો મુકેલ હોય જે મોટરો રાત્રીના સમયે કોઇ ચોર ઇસમોએ ચોરી કરી લઇ જતા બંન્ને ગુન્હાઓમાં મળી કુલ-૧૨ જેટલી ઇલેકટ્રીક મોટરો જેની કુલ કિ.રૂ. ૨,૨૫,૦૦૦/- ની ચોરી થયેલ હોય જે ઇલેકટ્રીક મોટરો ચોરી અંગે હળવદ પોલીસ સ્ટેશન ખાતે બે અલગ અલગ ગુન્હાઓ રજીસ્ટર થયેલ જે બંન્ને ગુન્હાઓ વણશોધાયેલ હોય આ બંને ગુન્હાઓ શોધી કાઢી બંન્ને ગુન્હાના આરોપીઓ તથા મુદામાલ પકડી પાડવા સારુ બંને ગુન્હાઓની તપાસ એલ.સી.બી.મોરબીને સોંપવામાં આવેલ

જેથી મોરબી એલ.સી.બી./પેરોલફર્લો સ્કવોડની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ પકડી પાડવા તથા મુદામાલ હસ્તગત કરવા સારૂ પ્રયત્નો હાથ ધરેલ હતા તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળેલ કે આ બંન્ને મોટરચોરીના ગુન્હાઓને અંજામ આપનાર ઇસમો મોરબી માળીયા ફાટક સરકીટ હાઉસ સામે નશીબ સ્ક્રેપ નામના ભંગારના ડેલામાં એક બોલેરો નંબર GJ-37-T 2550 વાળીમાં ઇલેક્ટ્રીક મોટરો(દેડકા)ને તોડી તેમાંથી નિકળેલ ત્રાંબાના વાયરનો ભંગાર તથા લોખંડ એલ્યુમિનીય, પીતળ, બીડ વિગેરે ગાડીમાં ભરી વેચવા જવા સારૂ પેરવી કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા ઇલેકટ્રીક મોટરોની ચોરી કરનાર કુલ-૩ ઇસમો કરણભાઇ મોતીભાઇ ટોળીયા/ભરવાડ મોરબી-ર, રોહીતભાઇ મુનાભાઇ ઝંઝુવાડીયા રહે.મોરબી-૨, સાગરભાઇ મગનભાઇ પરમાર રહે.મોરબી-૨ તથા તેઓએ વેચેલ માલલેનાર ભંગારના ડેલાવાળા કુલ-૩ ઇસમો મંજુરહુસેન રહીમભાઇ ખુરેશી રહે. કબીર ટેકરી મોરબી, હરીલાલ વિરૂજી ગુર્જર રહે. મહેન્દ્રનગર તા.જી.મોરબી, જાવેદભાઇ અલારખાભાઇ સિપાઇ રહે. રાજકોટવાળા સહિત કુલ-૬ ઇસમો પાસેથી અલગ અલગ હોર્સ પાવરની ઇલેકટ્રીક મોટરી નંગ-૧૨ જેને તોડી જેના અલગ અલગ પાર્ટસ જેવા કે, મોટરના કોપરના આર્મીચર, બુસીંગ, વાલ, નટબોલ, એલ્યુમીનીયમના આર્મીયર, આર્મીચરની બોડીના સાઇડના બીડના પડીયા, પંપ, લોખંડના પાઇપ/વાંકીયાતથા મોટરોમાંથી નીકળેલ કોપર (તાંબાનો વાયર) વિગેરે મળી કુલ કિ.રૂ. ૧,૯૦,૦૦૦/- તથા બોલેરો પીકઅપ ગાડીનંબર GJ-37-T 2550 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૪,૯૦,૦૦૦/- નો મુદામાલ કબજે કરી હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ ઇલેક્ટ્રીક મોટરચોરીના બે અનડીટેક્ટ ગુન્હાઓ ડીટેક્ટ કરી બંને ગુન્હાનો સંપુર્ણ મુદામાલ રીકવર કરી આગળની કાર્યવાહિ હાથ ધરેલ છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર