મોરબી: મોરબીના ઝુલતા પુલ ઉપર પોતાના વર્ક સ્થળ પર ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના ઝુલતા પુલ મયુર ડ્રાઈવ દરબાર ગઢમાં રહેતા ૨૨ વર્ષીય પ્રકાશભાઇ માલાભાઈ વાઢેરનેં ગત તા.૦૫-૧૦-૨૦૨૨ ના રોજ કોઇપણ સમયે ઝુલતા પુલ ઉપર પોતાના વર્ક સ્થળે ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવકનુ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.
