મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના રોડ ઉપરથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબીના વેજીટેબલ રોડ ઉપર આવેલ ભાગ્યલક્ષ્મી સોસાયટીના રોડ ઉપરથી આરોપી ભગીરથસિંહ સુરૂભા ઝાલા (ઉ.વ.૩૨) રહે. મોરબી વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીની બાજુમાં શીવપાર્ક સોસાયટી મોરબીવાળા પાસેથી ગેરકાયદેસર રીતે રાખેલ ઈંગ્લીશ દારૂની બોટલ નંગ-૨ કિં રૂ.૧૦૪૦ નો મુદ્દામાલ મળી આવતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ઝડપી પાડી આરોપી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.