મોરબીમાં ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમ ઝડપાયો
મોરબી: મોરબી રેલ્વે સ્ટેશન રોડ મેલડી માતાજીના મંદિર પાસેથી ઈંગ્લીશ દારૂની બે બોટલ સાથે એક ઈસમને મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી રેલ્વે સ્ટેશન રોડ મેલડી માતાજીના મંદિર પાસેથી આરોપી આનંદભાઈ વસંતભાઈ કુબાવત રહે. ન્યૂ શ્રધ્ધા પાર્ક નવલખી રોડ મોરબીવાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ -૨ કિં રૂ. ૬૦૦ નાં મુદ્દામાલ સાથે મોરબી સીટી એ ડીવીજન પોલીસે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે