મકનસર અને બંધુનગરના ગ્રામજનો દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી અવાર-નવાર રજૂઆત કરવામાં આવે છે કે ચોમાસાના વરસાદથી ગામમાં આવન- જાવન બંધ થઈ જાય છે જેની અનેક રજૂઆત નેશનલ હાઇવે ઓથોરિટીને કરી છે પણ તેને આ સમસ્યા દૂર કરવામાં જરાય રસ નથી દેખાતો.
આ સમસ્યાનો ઉકેલ ગ્રામજનો એ અનેક વખત તેમને બતાવ્યો પણ માત્ર હા વરસાદ બંધ થાય પછી કરી નાખી એવો જ લોલીપોપ કેટલા વર્ષોથી આપે છે. દર વર્ષે અનેક રાહદારી અહી મોટો ખાડો પડી જવાથી પડી જતાં હોય છે પણ તંત્ર કોઈનો જીવ લેવાની રાહ જોઈ રહ્યું એવું લાગી રહ્યું છે. આ સમસ્યાની રજૂઆત વર્તમાન ધારાસભ્યને પણ કરી છે તેમને પણ તેમાં જરાય રસ નથી દાખવ્યો નથી. સવાલ એ છે કે આટલો મોટો ટોલ ટેકસ ઉઘરાવવા છતાં તે કેમ કામ નથી કરતું ? શું તેને માત્ર ટોલટેક્ષ ઉઘરાવવામાં જ રસ છે ? મકનસર અને બંધુનગરના ગ્રામજનોની વ્યથા એ છે કે હવે રજૂઆત કોને અને કેટલી વખત કરવી તેઓ પણ રજૂઆત કરી કરી કંટાળી ગયા છે પણ તંત્રનું પાણી નથી હલતું જો આ સમસ્યા નો અંત નહિ આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરી અને રસ્તા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી.
મોરબીમાં કરોડોની જમીન પચાવી પાડવાના કેસમાં પાંચ શખ્સો તેમજ તપાસ દરમિયાન જે નામ ખુલે તેના વિરુદ્ધ ગુન્હો દાખલ
મોરબીના લખધીરનગર રહેતા ગામના વૃદ્ધના ખાતે ગાંધીનગર જીલ્લાના જાસપુર મુકામે કરોડોની જમીન આવેલ છે જે પચાવી પાડવા માટે આરોપીઓએ સડીયંત્ર રચી વૃદ્ધને નશાની હાલતમાં વિશ્વાસમાં લઈ દસ્તાવેજ કરાવી લઈ અવેજ પેટે કોઈ...
માળીયા(મીં) પોલીસમાં ફરીયાદીની એવી ફરીયાદ પરથી કે આ કામના ફરીયાદી મોટા દહીંસરા નવલખી રોડ ઉપર જીઈબી સ્ટેશન સામે પોતાના હવાલા વાળી ફોરવ્હીલ ગાડી જેનાં રજી. નં. જીજે. ૩૬.આર. ૫૩૫૦ વાળી લઈને ઉભા હતા ત્યારે આ કામનો આરોપી આવી ફરીયાદીની ગાડીનો કાચ ખોલાવી ગાળો આપી ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા...
હળવદ પોલીસ સ્ટેશનના દેશી દારૂ વેચાણના ગુનામાં સંડોવાયેલ બે ઈસમોને પાસા હેઠળ ડિટેઈન કરી હળવદ પોલીસ દ્વારા જેલ હવાલે કરવામાં આવેલ છે.
હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.ટી.વ્યાસએ હળવદ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બે ઇસમ સામે પાસા દરખાસ્ત તૈયાર કરી મોકલતા જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબીનાઓ તરફથી પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલ બંને...