મકાન ભાડે આપનારે પણ પરપ્રાંતિય ભાડુઆતની વિગતો આપવાની રહેશેઃ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
નિવાસી અધિક કલેક્ટર એન.કે.મુછાર દ્વારા મોરબી જિલ્લામાં તમામ કારખાનેદારો, મકાન બાંધકામમાં, ફાઉન્ડ્રી ઉદ્યોગમાં, હીરા ઉદ્યોગમાં તથા ફેકટરીઓમાં અને ખેતીના તેમજ વેપાર ધંધામાં મજૂર કે ભાગીયા તરીકે કામ કરતા પરપ્રાંતીય કારીગરોની વિગતો સબંધિત પોલીસ સ્ટેશનમાં આપવા જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું છે.
જાહેરનામા અનુસાર તમામ કારખાનેદારો, મકાન બાંધકામ બિલ્ડર્સ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, હીરા ઉદ્યોગ, ખેતી કામ તથા અન્ય ઉદ્યોગો વેપાર-ધંધા સાથે સંકળાયેલા તમામ પ્રાઈવેટ સેકટરના માલીકો અને મેનેજમેન્ટ કે જેઓના યુનીટમાં કર્મચારીઓ, કારીગરો, મજૂરો કે ભાગીયા હાલમાં કામ ઉપર છે તેવા કાયમી, હંગામી, રોજીંદા કે કોન્ટ્રાકટના કે ભાગીયા, કર્મચારીઓને કારીગરો/મજૂરોની માહિતી તૈયાર કરી સબંધિત પોલીસ સ્ટેશનમાં આ જાહેરનામુ પ્રસિદ્ધ કર્યાના ૧૫ દિવસમાં આપવાની રહેશે.
પેઢીના માલીક/ખેડુતનું નામ, સરનામું, મોબાઈલ નંબર, ધંધાનું સ્થળ, કામ રાખેલ કર્મચારી, કારીગર/મજૂર/ભાગીયાનું હાલનું પુરુનામ, સરનામુ, ઓળખ ચિન્હ, મોબાઈલ નંબર તેમજ મૂળ વતનનું પુરું સરનામું તથા વતનના ટેલીફોન નં, નોકરીએ રાખ્યાની તારીખ, અગાઉ જે સ્થળે કામ કરતા હોય તે માલીકનું પુરું નામ સરનામું તથા મોબાઈલ નં., કોના રેફરન્સ/ પરિચયથી નોકરીએ રાખેલ છે તે સ્થાનીક રહીશનું પૂરું નામ, સરનામું, સગા સબંધિઓના પૂરા નામ તથા સરનામા ફોટો તથા હથિયાર ધરાવતા હોય તો તે સહિતની વિગતો નિયત પત્રકમાં રજીસ્ટર કે સીડી બનાવીને આપવાની રહેશે.
આ ઉપરાંત અન્ય રાજ્યો/દેશમાંથી વ્યક્તિને મકાન ભાડા પટે આપવામાં આવે ત્યારે મકાન ભાડે અપાવનાર દલાલ અને મકાન માલીકે મકાન ભાડે આપ્યા અંગેની માહિતી સંબંધી પોલીસ સ્ટેશનમાં આપવાની રહેશે. જેમાં મકાન માલીકનું નામ તથા સરનામું, જે મકાન ભાડે આપેલ હોય તે મકાનનું સરનામું, મકાન ભાડે રાખનાર પરપ્રાંતીય વ્યક્તિના નામ, સરનામા, ઓળખકાર્ડ સહિતની વિગતો નિયત પત્રકમાં આપવાની રહેશે. આ ઉપરાંત પર પ્રાંતિય મજૂરો/કારીગરોની માહિતી સાચી અને સરળતાથી મળી રહે તે સારૂ http://apps.apple.com/us/app/morbi-assured/id1557232449 વાળી લીંક ઓપન કરી કારખાનેદાર/ફેકટરીના માલીકોએ તેમજ અન્ય જગ્યાએ કામ કરતા જે તે માલીકોએ મજુરોનું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, લીંક એન્ડ્રોઈડ ફોન http://play.google.com./store/apps/details?id=com.morbi_eye પરથી ઈન્સ્ટોલ કરવાની રહેશે. આ જાહેરનામાનો અમલ તા. ૦૫/૧૨/૨૦૨૨ સુધી કરવાનો રહેશે.
મોરબી: બોધિસત્વ ટ્રસ્ટ જામનગર દ્વારા જામનગર દેવ ભૂમિ દ્વારકા અને મોરબી જિલ્લા ખાતે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેમાં લાઇબ્રેરી, કોમ્પ્યુટર ક્લાસ, મેડિકલ સહાય, સ્પર્ધાત્મક પરીક્ષાના ફ્રી વર્ગો, શૈક્ષણિક સહાય જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. જેના અનુસંધાને હાલ સંસ્થા દ્વારા મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકાનાં ધોરણ 10માં અભ્યાસ...
સરકારના વર્ષ ૨૦૧૮ નો ગુજરાત જમીન વિકાસ બોર્ડ નો મેનેજિંગ ડિરેક્ટર અને હજારો કરોડનો કૌભાંડી અને મોરબી જમીન કૌભાંડનો આરોપી કનૈયાલાલ દેત્રોજા મોરબી-વડોદરા પોલીસ ની મીલી ભગત થી 90 દિવસે હાથમાં આવેલો આરોપી પોલીસ પકડ માંથી ભાગ્યો કે ભગાડ્યો..?
કનૈયાલાલ દેત્રોજા ઉપર ગુજરાત ACB અને ED એ ભ્રષ્ટાચાર માં વર્ષ...
મોરબી શહેરમાં વ્યાજખોરો ગમે તે કરી શકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ એટલી હદે કથળી ગઈ છે કે જાણે મોરબીમાં પોલીસ જ ન હોય ત્યારે મોરબીના રોહિદાસપરામા રહેતા યુવકે આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલ હોય અને દર માસે વ્યાજની ચુકવણી કરતા હોય પરંતુ છેલ્લા છ-સાત માસથી વ્યાજના પૈસા ન ચૂકવી...