હળવદમાં બનેલ ફાયરીંગની ઘટનામાં બે ઈસમો વિરૂદ્ધ ફરીયાદ નોંધાઈ
હળવદના ભવાનીનગર ઢોરા વિસ્તારમાં યુવક તથા તેના સાથીને મારી નાખવાના ઇરાદે યુવકની ઓરડીના દરવાજા પર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ હળવદ ધ્રાંગધ્રા દરવાજા અંદર રાવલફળી વજેરીવાસમા રહેતા માજીદભાઈ યુનુસભાઈ સંધી (ઉ.વ.૩૫) એ આરોપી બે અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે બે અજાણ્યા ઇસમો કાળા જેવા કલરનુ પલ્સર મોટર સાયકલ લઇને ફરીયાદી તથા સાથી ફીરોજભાઇને મારી નાખવા માટે ફરીયાદીની ઓરડીએ આવી માણસ હાજર હોય તો માણસનુ મૃત્યુ પણ થઈ શકે તેવુ જાણતા હોવા છતાં લાયસન્સ કે પરવાના વિનાની બંદુકથી ઓરડીના દરવાજા ઉપર ફાયરીંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.