જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર જિગ્નેશ કાલાવડિયા ગોલ્ડન ગાર્ડ એવોર્ડથી સન્માનિત
સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે સન્માન કરવામાં આવ્યું
ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન ના સંયુક્ત ઉપક્રમે એવોર્ડ ફંકશનનું આયોજન
જિગ્નેશ કાલાવડિયા દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે 25 કરોડ કૂર્મી – પાટીદારો ની એકતા માટેના પ્રયાસો ની નોંધ લઈને તેમનુ સન્માન કરવામાં આવ્યું
કરમસદ તા.15 જાણીતા પત્રકાર અને સામાજિક ચળવળકાર એવા જિગ્નેશ કાલાવડિયા નું સરદાર પટેલ ની 75 મી પુણ્યતિથિ નિમિત્તે તેમના જન્મસ્થાન કરમસદ ખાતે આયોજિત એક ભવ્ય સમારોહ માં ગોલ્ડન ગાર્ડ એવોર્ડ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ્યારે સમગ્ર દેશ ભારતના રાષ્ટ્ર નિર્માતા અને એકતા ના પથ દર્શક પૂર્વ નાયબ વડાપ્રધાન ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલ ની 150 મી જન્મજયંતિ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે કરમસદ ખાતે 15 ડિસેમ્બર ના રોજ તેમની પુણ્યતિથી નિમિત્તે ધ સરદાર મિશન અને સરદાર પટેલ શોધ સંસ્થાન દ્વારા એક ભવ્ય એવોર્ડ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં ગણના પાત્ર કામગીરી કરનાર સામાજિક અગ્રણીઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં સરદાર પટેલ ને આદર્શ માની કાર્યરત 12 થી વધુ રાજ્યોના પ્રખર સામાજિક ચળવળકારો હાજર રહ્યા હતા. ખીચોખીચ ભરેલા કરમસદ ના સરદાર પટેલ મેમોરિયલ ખાતે આયોજકો દ્વારા જિગ્નેશ કાલાવડિયા ના કૂર્મી પાટીદાર સમાજ ને આંતરરાષ્ટ્રીય સ્તરે સંગઠિત કરવાના પ્રયાસો ને ધ્યાનમાં રાખી તેમનું એવોર્ડ દ્વારા વિશિષ્ઠ બહુમાન કરવામાં આવ્યું હતું. આ તકે ધ સરદાર મિશન ના પ્રણેતા ચિરાગ પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયા ના સામાજિક પ્રદાન ને લોકો વચ્ચે મૂકવામાં આવ્યું હતું. સરદાર સેના ના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા ઉત્તર પ્રદેશ ના તેજ તરાર કૂર્મી આગેવાન ડૉ. આર. એસ. પટેલ દ્વારા જિગ્નેશ કાલાવડિયા ને મેડલ પહેરાવી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જિગ્નેશ કાલાવડિયા પત્રકારત્વ ના માધ્યમથી લોકોના પ્રાણ પ્રશ્નો ને હંમેશા વાચા આપતા રહ્યા છે ત્યારે તેઓને દેશભરમાં થી પત્રકારત્વ ક્ષેત્ર માં અનેક સુપ્રસિધ્ધ એવોર્ડ અને સન્માન મળી ચૂક્યા છે ત્યારે આજે તેમની સામાજિક સેવા નાં એક અલગ જ પાસા ને ધ્યાનમાં રાખી તેમનું સરદાર પટેલ ના જન્મસ્થાન ખાતે સન્માન કરવામાં આવ્યું છે ત્યારે તેમના વિશાળ મિત્ર વર્તુળ અને શુભેચ્છકો દ્વારા તેમને વિશેષ અભિનંદન પાઠવવામાં આવી રહેલ છે. જિગ્નેશ કાલાવડિયા કે જેઓ આંતરરાષ્ટ્રીય કૂર્મી સેના ના સ્થાપક અધ્યક્ષ છે તેઓ દ્વારા પાટીદાર સમાજ નાં પ્રાણ પ્રશ્ન વૈવાહિક સમસ્યા પર હાલમાં વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તેઓ પટેલ પરિવાર મેગેઝિન ના માધ્યમથી પાટીદાર સમાજ ની એકતા અને વૈચારિક ક્રાંતિ માટે ખાસ પ્રયત્નશીલ છે.
