મોરબી માહિતી કચેરીના અધિક્ષક બી.એલ.જાદવની જુનાગઢ બદલી થતાં ભાવભીની વિદાય અપાઈ
મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે કચેરી અધિક્ષક તરીકે કાર્યરત બી.એલ. જાદવની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતાં ભાવભીની વિદાય આપવામાં આવી હતી.
બી.એલ. જાદવ સુરેન્દ્રનગર જિલ્લા માહિતી કચેરી ખાતેથી બદલી થતાં જુલાઈ-૨૦૨૩માં મોરબી જિલ્લા માહિતી કચેરી ખાતે હાજર થયા હતા. હાલ તેમની જુનાગઢ જિલ્લા માહિતી કચેરી ખાતે બદલી થતા મોરબી માહિતી પરિવાર દ્વારા વિદાયમાન આપવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મોરબી માહિતી કચેરીના સહાયક માહિતી નિયામક ઘનશ્યામ પેડવા, માહિતી મદદનીશ બળવંતસિંહ જાડેજા અને તેજસ રૂપાણી, ફિલ્મ ઓપરેટર ભરતભાઈ ફુલતરીયા, ક્લાર્ક એ.પી. ગઢવી અને જય રાજપરા, અન્ય સ્ટાફમાં કિશોરપરી ગોસ્વામી, હિતેશ્રી દવે સહિતનાએ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.