Saturday, January 17, 2026

મોરબીના નવલખી રોડ ઉપર ખાણીપીણીની દુકાનદાર પર લોખંડના પાઇપ વડે હુમલો

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

મોરબીના નવલખી રોડ વિસ્તારમાં બોલેરો ગાડીના ચાલક અને તેના બે સાથીઓએ દુકાન આગળ બોલાચાલી બાદ લોખંડના પાઇપ અને લાકડાની પટ્ટીઓથી હુમલો કરતાં ચાર વ્યક્તિઓને ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે.

મોરબીમાં વીસીપરા મદીના સોસાયટીમાં રહેતા મૂળ મહારાષ્ટ્રના કલ્યાણપુરમાં રહેતા મનોજભાઈ રામભાઈ રાજપૂત ઉવ.૪૪ કે જેઓ નવલખી રોડ ઉપર ઇન્ડિયા ચાઈનીઝ ની દુકાન ચલાવે છે. તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી બોલેરો ચાલક સાહિલ તથા બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, ગત તા. ૧૫/૦૧/૨૦૨૬ના સાંજના સમયે નવલખી રોડ પર ઇન્ડિયા ચાઇનીઝ દુકાન સામે બોલેરો ગાડી રજી. નં. જીજે-૩૬-વી-૮૨૪૭ ના ચાલક અને અજાણ્યા બે ઈસમોએ ફરિયાદી મનોજભાઇના ભાઈના દીકરા ફરહાનભાઇ સાથે બોલાચાલી થતાં ફરિયાદી મનોજભાઇ રાજપુત છોડાવવા ગયા ત્યારે આરોપીઓએ લોખંડના પાઇપ અને લાકડાની પટ્ટીઓથી મનોજભાઇના માથા અને હાથ પર હુમલો કર્યો હતો.

ઝઘડામાં પાડોશી દુકાનદાર રેહાન, સાજીદ અને રીઝવાન પણ વચ્ચે પડતાં તેમને પણ ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આજુબાજુથી લોકો એકત્ર થઈ જતા આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી બોલેરો ગાડી સ્થળ પર છોડીને ફરાર થઈ ગયા હતા. ત્યારે ફરિયાદી મનોજભાઈ સહિતના તમામ ઇજાગ્રસ્તોને ખાનગી વાહન મારફતે મોરબી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ બી ડિવિઝન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર