Friday, August 29, 2025

ખેડુત પરીવારની ગુમ થયેલ સગીર વયની બે માસુમ દિકરીઓને શોધી પરીવાર સાથે મિલન કરાવતી ટંકારા પોલીસ

spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img
spot_imgspot_imgspot_imgspot_img

ટંકારા તાલુકા પોલીસ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન ટંકારા તાલુકાના ધ્રોલીયા ગામના સરપંચ બાબૂભાઇ ગમારાનાઓનો ફોન આવેલ કે, ધ્રોલીયા ગામની સીમમાં આવેલ ગ્રેનેસ્ટા રબરના કારખાનાની સામે દાઉદભાઇની વાડીમા રહેતા ખેતમજુરોની બે નાની દીકરીઓ રીનુ (ઉ.વ.૦૬) તથા સવીતા (ઉ.વ.-૦૭) વાળી બંને સાંજના આશરે છ થી સાત વાગ્યાના સુમારે વાડીએ રમત રમતા ઘરેથી દુકાને ચીજવસ્તુઓ લેવા માટે ગયેલ અને ઘરે પરત આવેલ નથી જે બાબતે નાયબ પોલીસ અધિક્ષકની સુચના મુજબ પોલીસ ઇન્સપેક્ટર દ્વારા તાત્કાલીક ધ્રોલીયા ગામના સરપંચ તથા આગેવાનો અને બીજા સ્ટાફ પોલીસ જવાનો તથા ગ્રામ રક્ષક દળના સભ્યોની મદદ લઈ અલગ-અલગ ટીમો બનાવી ધ્રોલીયા ગામના પાટીયાની આજુબાજુના કારખાનાઓમાં તથા વાડી વિસ્તારોમા તથા અવાવરૂ જગ્યાએ શક પડતા વિસ્તારોમાં સર્ચ કરવાની કામગીરી કરવામા આવેલ.

જેમા ટંકારા પોલીસ સ્ટેશનના સ્ટાફના જવાનો સહિત મહિલા કર્મચારીઓને સાથે રાખી તપાસ તજવીજ કરતા મોડી રાત્રીના ગુમ થનાર બંને સગીર વયની બાળાઓને ધ્રોલીયા ગામની સીમમાથી એક મગફળીના ખેતરમાંથી (૧) સવીતાબેન ઉ.વ.૦૭ તથા (૨) રીનુબેન ઉ.વ.૦૬ વાળી હેમખેમ મળી આવેલ હોય જે બાળાઓને પોલીસ સ્ટાફના વુમન પોલીસ કોન્સ્ટેબલ મારફતે પૂછપરછ કરતા સહી-સલામત હોવાનું જણાય આવેલ તેઓ બનાવ સ્થળે રૂબરૂ વિઝીટ કરેલ અને આ ગુમથનાર બંને સગીર બાળાઓ તથા તેઓના વાલીઓને રૂબરૂ મળી પુછપરછ કરવામાં આવેલ જેમા કોઈ ગુન્હાહિત કૃત્ય બનેલ ન હોવાનું જણાયેલ.

બાદ આ ગુમથનાર બંને સગીર બાળાઓના તેઓના વાલી(માતા-પિતા)ની હાજરીમા પુછપરછ કરી સહી-સલામત તેઓને સુપ્રત કરવામાં આવેલ.

Chakravatnews

વધુ જુઓ

તાજા સમાચાર