માળીયાના ફતેપર નજીક ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમ ઝડપાયો; 36.10 લાખનો મુદ્દામાલ પોલીસે કર્યો જપ્ત
માળીયા મીયાણા તાલુકાના ફતેપર ખારાવાડમાથી ડીઝલ ચોરીનો પ્રયાસ કરતા ઈસમને કુલ રૂ.૩૬,૧૦,૯૨૩ નાં મુદામાલ સાથે માળીયા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે.
માળીયા મીયાણા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફને બાતમી મળેલ કે, ફતેપર ગામના ખરાવાડમાં અમુક ઇસમો ટેન્કરમાંથી ડિઝલ ચોરી કરી વેચાણ કરે છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા એક ઇસમ ટેન્કર રજીસ્ટર નં- GJ-03-BY-6601 વાળામાંથી ડીઝલ ચોરી કરવાના પ્રયાસથી સાધનો સાથે રાખી ડીઝલ ચોરી કરતા પહેલા જ કુલ કિ. ૩૬,૧૦,૦૨૩/- ના મુદ્દામાલ સાથે આરોપી દિલીપભાઇ વજાગભાઇ વિરડા (ઉ.વ.૩૯) રહે. ફતેપર ગામ તા. માળીયાવાળાને પકડી ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.